Site icon Gramin Today

મુદામાલ સાથે 6 ઈસમોને પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દેડીયાપાડા પોલીસ: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

દેડીયાપાડા ટાઉનના મોઝદા રોડ ઉપર આવેલ શારદા દેવી સ્કુલની પાછળથી ખુલ્લી જગ્યામાં પત્તા પાના વડે જુગાર રમતા છ ઇસમોને જુગારના સાધનો તથા રોકડ રકમ રૂ.૧૨,૨૬૦/ તથા મોબાઇલ નંગ-૬ તથા ટુ-વ્હીલર ગાડી નંગ-૦૨ મળી કુલ કિં.રૂ.૭૫,૨૬૦/-ના મુદામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દેડીયાપાડા પોલીસ:

આ કામે જુગાર રમી રમાડતા પકડાયેલ મુખ્ય આરોપી નામે શંકરભાઇ દયારામભાઇ વસાવાનાઓ વિરૂધ્ધ અગાઉ પણ જુગારના (નવ) કેશો નોંધાયેલ છે.

પ્રોહી/જુગારના દુષણને ડામવા માટે મે. પોલીસ અધિક્ષક નર્મદા શ્રી હિમકર સિંહ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાજેશ પરમાર રાજપીપલા ડીવીઝન રાજપીપલા નાઓએ જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને પો.સ.ઇ.શ્રી એ.આર.ડામોર સાહેબ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ તા.૧૨/૦૪/૨૦૨૧ ના રોજ દેડીયાપાડા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં નીકળેલ હતા તે દરમ્યાન અ.હે.કો.ઇશ્વરભાઇ વશરામભાઈ બ.નં.૭૮૧ નાઓને ખાનગી રાહે બાતમીદારથી બાતમી મળેલ કે, દેડીયાપાડા મોઝદા રોડ ઉપર આવેલ શારદાદેવી સ્કુલ પાછળ ખુલ્લી જગ્યામાં લીમડાના ઝાડ નીચે પૈસા વડે પત્તા પાનાનો હારજીતનો જુગાર રમી રમાડે છે.અને હાલમાં આ પ્રવૃતી ચાલુ જ છે. જે બાતમી આધારે સદરહું બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા પત્તા પાનાનો પૈસા વડે હારજીતનો જુગાર રમતા છ ઇસમોને પકડી લીધેલ અને સદર પકડાયેલ છે એ આરોપીઓની અંગ ઝડતીના તથા દાવ ઉપરના રોકડા રૂ.૧૨,૨૬૦/- તથા મોબાઇલ નંગ-૬ કિં.રૂ.૩૦૦૦/- તથા પત્તા પાના નંગ-પર કિં.રૂ.૦૦/૦૦ તથા ટુ-વ્હીલર ગાડી નંગ-૦૨ કિ.રૂ૬૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૭૫,૨૬૦/- નો જુગારનો

મુદામાલ કબજે કરી છ આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે.

સદરહુ પકડાયેલ આરોપીઓ પૈકી આરોપી શંકરભાઇ દયારામ વસાવાનાઓ વિરૂધ્ધ દેડીયાપાડા પો.સ્ટે.માં અગાઉ પણ જુગારના ૯ (નવ) ગુના નોંધાયેલા હોય અને લીસ્ટેડ જુગારીયો હોય સદર આરોપી વિરૂધ્ધ પોલીસ અવાર નવાર રેઇડો કરી કાયદેસરની કાર્યવાહી કરતી હોય જેથી પોતાનો ગેરકાયદેસરનો જુગારનો ધંધો ચલાવવા સારૂ થોડા દિવસ પહેલા પોલીસ વિરૂધ્ધ ખોટા આક્ષેપો કરતો જુનો વીડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ કરેલ હતો. પરંતુ આવા અસામાજીક પ્રવુતી કરતા ઇસમો વિરૂધ્ધ સખતમાં સખત કાર્યવાહી કરી દારૂ/જુગારની બદીને નેસ્ત નાબુદ કરવા નર્મદા પોલીસ સતત પ્રયત્નશીલ છે.

 

Exit mobile version