શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
દેડીયાપાડાના નિવાલ્દા ગામે મિશન સ્કુલમાં ચોરાયેલ મોટરના ચોરોને ગણતરીના કલાકોમાં શોધી કાઢતી દેડીયાપાડા પોલીસ:
તા.૨૩/૦૫/૨૦૨૧ ના રોજ ફરીયાદી શ્રી રાયમોન કેરકટ્ટા જુએલભાઇ ખોડીયાર રહે.નિવાલ્દા આદિવાસી સામાજીક કેન્દ્ર મિશન ત્રણ રસ્તાની બાજુમાં દેડીયાપાડા તા.દેડીયાપાડા જી-નર્મદા નાઓએ દેડીયાપાડા પોલીસ સ્ટેશન આવી ફરીયાદ આપેલ કે,મિશન ત્રણ રસ્ત પાસે મિશન સ્કુલ ખાતે આવેલ રૂમની અંદર મુકેલ ન્યુ એક્સ્પર્ટ કંપની ઇલેક્ટ્રીક મોટર કિ.રૂ.૧૦,૦૦૦/- ની કોઇ અજાણ્યો ચોર ઇસમ રૂમનુ તાળુ તોડી રૂમમાં પ્રવેશ કરી ચોરી કરી લઇ ગયેલ છે. જે વિગેરે મતલબની ફરીયાદ આધારે દેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે એ-પાર્ટગુ.ર. નંબર- ૧૧૮૨૩૦૦૪૨૧૦૨૪૯ / ૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૪૫૪,૩૮૦ મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો.
જે ગુન્હા ના કામે શ્રી હિંમકર સિંહ પોલીસ અધિક્ષક નર્મદા તથા શ્રી રાજેશ પરમાર નાયબ પોલીસ અધિક્ષક રાજપીપલા ડીવીઝન, રાજપીપલા નાઓએ સદર અનડીટેક્ટ ગુનો શોધી કાઢવા સારૂ જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય જે આધારે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.પી.ચૌધરી દેડીયાપાડા સર્કલ નાઓના સીધા સુપરવીઝન હેઠળ શ્રી એ.આર.ડામોર પો.સબ.ઇન્સ. દેડીયાપાડા પો.સ્ટે. તથા શ્રી એ.એન.પરમાર સેકન્સ પો.સબ.ઇન્સ. દેડીયાપાડા પો.સ્ટે. તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન પો.સ.ઇ.શ્રી એ.આર.ડામોર નાઓને બાતમીદારથી બાતમી મળેલ કે, નિવાલ્દા મિશન સ્કુલમાં થયેલ ઇલેક્ટ્રીક મોટર ચોરીના આરોપીઓ ચોરેલી મોટરને વેચવા સારૂ દેડીયાપાડા બજારમાં આવનાર છે. જે બાતમી આધારે દેડીયાપાડા ધામણખાડીના પુલ પાસે નાકાબંધી કરી આરોપી (૧) અનેશભાઇ કેમજીભાઇ વસાવા રહે-કનબુડી તા.દેડીયાપાડા જી-નર્મદા તથા (ર) અજયભાઇ નિલેશભાઇ વસાવા રહે-નિવાલ્દા તા.દેડીયાપાડા જી-નર્મદા નાઓને એક્સ્પર્ટ કંપની ઇલેક્ટ્રીક મોટર કિ.રૂ.૧૦,૦૦૦/- સાથે પકડી પાડી અનડીટેક્ટ ગુનાને ગણતરીના કલાકોમાં શોધી કાઢી આગળની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરેલ છે.
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
(૧) શ્રી એ.આર.ડામોર પો.સબ.ઇન્સ.દેડીયાપાડા પો.સ્ટે. જી-નર્મદા (૨) શ્રી એ.એન.પરમાર સેકન્ડ પો.સબ.ઇન્સ.દેડીયાપાડા પો.સ્ટે. જી-નર્મદા (૩) શ્રી અ.હે.કો.કંચનભાઇ ખાલ્યાભાઇ બ.નં.૬૫૭ નોકરી દેડીયાપાડા પો.સ્ટે. જી-નર્મદા (૪) શ્રી અ.હે.કો.ઇશ્વરભાઇ વશરામભાઇ બ.નં.૭૮૧ નોકરી દેડીયાપાડા પો.સ્ટે. જી-નર્મદા (૫) શ્રી અ.પો.કો.હરેન્દ્રભાઇ સુખદેવભાઇ બ.નં.૫૧૬ નોકરી દેડીયાપાડા પો.સ્ટે. જી-નર્મદા