Site icon Gramin Today

મારામારી તથા એટ્રોસીટીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી

નબીપુર પો.સ્ટે.ના મારામારી તથા એટ્રોસીટીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડની ટીમ ભરૂચ:

પોલીસ મહાનિરિક્ષકશ્રી હરિક્રુષ્ણ પટેલ વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સુચના અનુસંધાને જીલ્લા તથા જીલ્લા બહારના નાસતા-ફરતા તથા વોન્ટેડ આરોપી પકડવા સારૂ પો.સ.ઇ.શ્રી બી.ડી.વાઘેલાનાઓના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડ ની ટીમના માણસો કોમ્બીંગ નાઇટમાં નબીપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી આધારે નબીપુર પો.સ્ટે. FIR No. પાર્ટ એ -૧૧૧૯૯૦૩૮૨૧૦૫૧૪/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૩૫૩, ૩૩૨, ૩૪૨, ૧૮૬, ૩૨૩, ૫૦૪, ૧૧૪ તથા Gp Act ૧૩૫ તથા એટ્રોસીટી એક્ટ ૩ (૧) R, ૩ (૧) ૬ ૩(૨) (૫-A) મુજબના ગુન્હામાં પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપી :- કમલેશભાઇ ભીખાભાઈ માછી રહે, અંગારેશ્વર, બસ સ્ટેન્ડ ફળીયુ, તા.જી.ભરૂચનાઓને આજે તા.૦૭/૦૬/૨૦૨૧ નારોજ અંગારેશ્વર તેના ઘર ખાતેથી હસ્તગત કરવામાં આવેલ છે. તેમજ આગળની કાર્યવાહી કરવા સારૂ નબીપુર પો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ છે.

ઉપરોકત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના અ.હે.કો. ઇન્દ્રવદન કનુભાઇ તથા અ.હે.કો. મગનભાઇ દોલાભાઇ તથા અ.હે.કો. નીલેશભાઇ નારસીગભાઇ તથા પો.કો. ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ તથા પો.કો. શિવાંગસિંહ પ્રતાપસિંહ તથા ડ્રા.પો.કો. રાકેશભાઇ રામજીભાઇ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

Exit mobile version