Site icon Gramin Today

માથાસરથી એક્ટિવા પર દારૂ લાવતી બે મહિલાઓને પોલીસે ઝડપી પાડી:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

સેજપુર ગામ પાસે માથાસરથી એક્ટિવા પર દારૂ લાવતી બે મહિલા ઝડપી પાડવામાં આવી હતી:

તારીખ 20 જૂન 2021 રવિવારના રોજ ડેડિયાપાડાના સેજપુર ગામ પાસે પોલીસ સ્ટેશનનો સ્ટાફ માસ્કના દંડની કામગીરી ચેકીંગમાં હતો તે દરમ્યાન ડેડીયાપાડા તરફથી એક્ટિવા ગાડી લઈ બે મહિલા નેત્રંગ રોડ તરફ જઈ રહી હતી, દરમ્યાન પોલીસ સ્ટાફ દ્વારા શંકાસ્પદ જણાતા બે બહેનોને ઉભા રાખી ચેકિંગ કરતા તેઓની પાસે રહેલી બે બેગો માંથી બિયર તેમજ પ્લાસ્ટિકના ક્વાટરિયા મળી કુલ રૂપિયા 7,300/- નો ઇંગ્લિશ દારૂ તથા એક્ટિવાની કિંમત 15,000/-મળી કુલ કિંમત રૂપિયા 22,300/- ના મુદ્દામાલ સાથે રશ્મિતાબેન જેઠાભાઇ વસાવા અને વર્ષાબેન સુનિલભાઈ વસાવા બંને રહેવાસી માથાસરના તેમજ તેમની વધુ પૂછ પરછ કરતા તેઓ ઇંગ્લિશ દારૂ ગુજરાત મહારાષ્ટ્ર ની બોર્ડર પર થી લાવી અંકલેશ્વર ખાતે છૂટક વેચાણ કરતા હોવાનું કબૂલ કર્યું હતું, ત્યારે ડેડીયાપાડા પોલીસે આ બંને મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Exit mobile version