Site icon Gramin Today

પ્રોહીબીશનના ગુનામાં નાસતા-ફરતા મહિલા આરોપી ને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી

છેલ્લા દશ માસથી ઝઘડીયા પો.સ્ટે.ના ગણનાપાત્ર પ્રોહીબીશનના ગુનામાં નાસતા-ફરતા મહિલા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ.ભરાડા વડોદરા રેન્જ, વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સુચના અનુસંધાને જીલ્લાના તથા જીલ્લા બહારના નાસતા-ફરતા તથા વોન્ટેડ આરોપીઓ શોધી કાઢવા અંગે પો.સ.ઇ.શ્રી બી.ડી.વાઘેલાનાઓના માર્ગદર્શન હેઠળ ભરુચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના માણસો ઝઘડીયા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી બાતમી હકિકત આધારે ઝઘડીયા પો.સ્ટે. પાર્ટ –C FIR No. 1119928210670/2021 પ્રોહી એક્ટ કલમ ૬૫ એ ઇ, ૧૧૬ બી, ૮૧ મુજબના ગુનામાં નાસતા-ફરતા મહિલા આરોપી બહેન જ્યોત્સનાબેન W/O ધર્મેશભાઇ ઉર્ફે ધમો નરેશભાઇ વસાવા રહે. મીઠામોરા, ટાંકી ફળીયું, તા.ઝઘડીયા જી.ભરૂચનાનીને તા.૧૪/૦૨/૨૦૨૨ નારોજ હસ્તગત કરવામાં આવેલ છે. અને હાલની કોરોના વાયરસ (COVID-19) મહામારી ની પરિસ્થિતિ ના કારણે સંક્રમણ અટકાવવા સારૂ તેમજ આરોપી નો COVOD-19 ટેસ્ટ કરાવવા સારૂ તેમજ આગળની કાર્યવાહી કરવા ઝઘડીયા પો.સ્ટે. સુપ્રત કરવામાં આવેલ છે.

ઉપરોકત કામગીરી ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના અ.હે.કો. નિલેશભાઇ નારસિંગભાઇ તથા પો.કો. ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ તથા પો.કો. શિવાંગસિંહ પ્રતાપસિંહ તથા વુ.પો.કો. અંજલીબેન ભરતભાઇ નોકરી SOG શાખા ભરૂચ નાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.

Exit mobile version