Site icon Gramin Today

નાનીબેડવાણ ગામેથી LCB નર્મદા એ બોગસ ડોક્ટર ને મુદ્દામાલ સાથે ઝડપી પાડયો:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ડેડીયાપાડા તાલુકાના નાનીબેડવાણ ગામેથી LCB નર્મદા એ બોગસ ડોક્ટર ને મુદ્દામાલ સાથે ઝડપી પાડયો:

નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામોમાંથી બોગસ ડોક્ટરો ઝડપાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે, નાની બેડવાણ ગામેથી વધુ એક બોગસ તબીબ ઝડપાયો.

પ્રાપ્ત માહિતી મુજબ એલ.સી. બી નર્મદા ના ઇન્ચાર્જ પી.આઈ એમ.બી ચૌહાણ એ સ્ટાફના માણસો સાથે પી.એચ.સી ગોપાલીયાના ડો. ભાવીનભાઇ કેસવભાઇ વસાવા ને સાથે રાખી નાની બેડવાણ બજાર ફળીયું તા ડેડીયાપાડા ખાતે દેવીસીંગભાઇ સુરજીભાઇ વસાવા નાઓના મકાનમાં બાતમી હકિકતના આધારે રેડ કરતા ભગીરથ ફની બીસ્વાસ રહે- નાની બેડવાણ બજાર ફળીયું, તા-ડેડીયાપાડા જી. નર્મદા મુળ રહે- જંગલથોરી થેર, તા- ખટીમાં જી- ઉધમસિંગ નગર (ઉત્તરાખંડ) નાનો દવાખાનુ ચલાવતો હોવાનુ જણાઇ આવેલ આ ઇસમને મેડીકલ ડીગ્રી કે સર્ટી અંગે પુછપરછ કરતાં સંતોષકારક જવાબ નહિં આપતા ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ- ૧૯૬૩ ની કલમ ૩૦ મુજબ એલોપેથીક ટેબલેટો, સીરપની બોટલો તથા પોઇન્ટ ચઢાવવાના બોટલો, સીરીજ(નીડલો), એલોપેથીક મેડીકલ પ્રેક્ટીસ કરવા અંગેની સાધન સામગ્રી સહિત કુલ્લે રૂ. ૩૮૯૭૬/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.

 

Exit mobile version