Site icon Gramin Today

નાંદોદ તાલુકાના રાજપરા ગામની સીમમાં બાઈક સવાર પાસેથી 18 હજાર ના મુદ્દામાલની લૂંટ કરી 3 લૂંટારા ફરાર:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ,નર્મદા સર્જન કુમાર વસાવા

રાજપીપળા : નાંદોદ તાલુકના રાજપરા ગામમાં બાઈક સવાર પાસે 3 અજાણ્યા શખ્સો એ લૂંટ કરી હોવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હિતેશભાઈ બળદેવભાઈ ભૈયા રહે.રામબાગ સોસાયટી,રાજપીપળા ની ફરિયાદ મુજબ
તેઓ ઈન્દૌર ગામેથી પોતાની મો.સા. નં.જીજે.૦૬.બીજી.૮૭૬પ લઈને પોતાના ઘરે આવતા હતો. તે વખતે.સાંજના 7 વાગ્યાના અરસામાં રાજપરા- નવા રાજુવાડીયા ગામની વચ્ચે આવેલ ભાથીજી દાદાના મંદીર પાસે મો.સા.ઉપર આવેલ ત્રણ અજાણ્યા ઈસમોએ તેમની મો.સા.ને લાત મારી પાડી દઈ ઢીકામુક્કીનો માર મારી રોકડા રૂપિયા રૂા.૧૦,૦૦૦/- તથા આધારકાર્ડ, એ.ટી.એમ, આર.સી.બુક, ડ્રાઈવીંગ લાઈસન્સ વિગેરે દસ્તાવેજ મુકેલ પાકીટ તથા સ્માર્ટફોન કિ.રૂા.૮૦૦૦/-મળી કુલ કિ.રૂા.૧૮,૦૦૦/- ના મુદામાલની લુંટ કરી લઈ નાશી ગયા હોય આમલેથા પોલીસે 3 અજાણ્યા લૂંટારા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Exit mobile version