Site icon Gramin Today

નર્મદામાં જેઠાણી દ્વારા મહિલાને હેરાન કરાતા 181 મહિલા હેલ્પ લાઇન ટીમ પીડિત મહિલાની વહારે આવી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

નર્મદામાં જેઠાણી દ્વારા મહિલાને હેરાન કરાતા 181 મહિલા હેલ્પ લાઇન ટીમ પીડિત મહિલાની વહારે આવી:

સર્જન વસાવા, ડેડીયાપાડા: નર્મદા જિલ્લાના એક વિસ્તારમાંથી મહિલાનો કોલ આવેલ અને જણાવે છે કે, મને મારા જેઠાણી દ્વારા હેરાનગતિ કરે છે મને ડાકણ કહી અપશબ્દ બોલી મને બદનામ કરે છે. સાસુ સસરાનું ઘર મેં મારા નામ પર કરી લીધું તેવા ખોટા આક્ષેપ મૂકે છે, તેથી જેઠાણીને સમજાવવા માટે 181 ની મદદ જોઇએ છે.

પીડિત મહિલા દ્વારા આપેલા સરનામા પર 181 ટીમ પહોંચી બન્ને પક્ષનું કાઉન્સિલગ કરતાં જાણવા મળ્યું કે, ઘરના દરેક ભાઈઓ પોતાની રીતે અલગ ઘર બનાવીને રહે છે. મહિલા અને તેમના પતિ પોતે પણ અલગ ઘરમાં રહે છે. મહિલાના સાસુ સસરા ને કોઈ સાથે ફાવતું ન હોવાથી તેઓ એકલા રહે છે. પરંતુ પીડિત મહિલા જે ઘરમાં રહે છે ત્યાં બાથરૂમની વ્યવસ્થા ન હોવાથી સાસુ સસરા ના ઘરે સવારે નાવા ધોવા માટે જાઈ તો તે જેઠાણી ને ગમતું ન હોવાથી ખોટા-ખોટા આક્ષેપો લગાડી મારી સાથે ઝગડો કરી મને અપશબ્દ બોલી બદનામ કરે છે, તેથી આખરે કંટાળીને મેં 181 ની મદદ માંગેલ છે.

181 ટીમે બંને પક્ષને સલાહ, સૂચન આપી સમજાવવાની કોશિશ કરેલ પરંતુ સામેવાળા પક્ષ સમજવા માંગતા ન હોય, તેથી મહિલાએ આ રીતે સમાધાન ના થાય મારે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવાની છે, તેમ જણાવેલ તેથી 181 ટીમ બંન્ને પક્ષને બેસાડી મહિલા પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવેલ.

આમ 181 ટીમ દ્વારા મહિલાને મહિલા પોલીસ સ્ટેશન સુધી પહોચાડી આગળની કાર્યવાહી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવશે.

Exit mobile version