Site icon Gramin Today

ધનશેરા ચેક પોસ્ટ પરથી વાહન ચેકીંગ દરમિયાન 1.20 લાખનો વિદેશી દારૂ ઝડપાયો :

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ધનશેરા ચેક પોસ્ટ પરથી વાહન ચેકીંગ દરમિયાન 1.20 લાખનો વિદેશી દારૂ ઝડપાયો;

 નર્મદા જિલ્લાના ઘનશેરા ચેક પોસ્ટ ખાતે સર્કલ પોલીસ ઇન્સપેકટર પી.પી.ચૌધરી તથા સાગબારા પોલીસ સ્ટેશનના પોલીસ માણસો સાથે ઘનશેરા ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગમાં હાજર હતા તે દરમિયાન મહારાષ્ટ્ર તરફથી એક મારૂતિ અર્ટીગા ગાડી નંબર Gj 03 -HR – 8505 ની આવતા તેને ઉભી રાખવા માટે ઇશારો કરતા તેના ચાલકે ગાડી ઉભી નહીં રાખી અને પોતાની ગાડીને ઘનશેરા ચેક પોસ્ટ થી પુર ઝડપે સાગબારા તરફ હંકારી મુકતા તેનો પોલીસ દ્વારા પીછો કરતા ગાડીના ચાલકે તેમની ગાડી કુંભી કોતરના ટેકરા ઉપર હાઇવે રોડની સાઇડમાં મુકી તેનો ચાલક તથા તેની સાથેનો બીજો એક અજાણ્યો ઇસમ ઝાડી જંગલમાં નાસી ગયેલ.

જેમની તપાસ કરતા મળી આવેલ ન હોય અને આ ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ  વ્હીસ્કીની કાચની 750ML ની બોટલો નંગ ૨૪૦ કિ.રૂા. ૧,૨૦,૦૦૦ / -નો પ્રોહી મુદ્દામાલ મળી આવતા મારૂતિ અર્ટીગા ગાડી નંબર GJ – 03 – HR – 8505 નંગ -૦૧ કિ.રૂ .૫,૦૦,૦૦૦ / મળી કુલ કિ.રૂ .૬,૨૦,૦૦૦ / -નો મુદ્દામાલ કબજે કરી અજાણ્યો ચાલક તથા તેની સાથેના બીજો એક અજાણ્યો ઇસમ વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.

Exit mobile version