Site icon Gramin Today

દીપડાના ચામડાની તસ્કરી કરતા તસ્કરો રંગેહાથ ઝડપાયા: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ 

દીપડાના ચામડાની તસ્કરી કરતા તસ્કરો રંગેહાથ ઝડપાયા: 

કમલેશ ગાંવિત: નવસારી: વાંસદા તાલુકાના રાણી ફળીયા ગામેથી ગતરોજ તારીખ ૧૩/૧૧/૨૦૨૫ નાં રોજ નાયબ વન સંરક્ષક વલસાડ ઉત્તરનાં માર્ગદર્શન હેઠળ રેંજ ફોરેસ્ટ ઓફિસર વાંસદા પશ્વિમ તથા સ્ટાફ તથા રેંજ ફોરેસ્ટ ઓફિસર વાંસદા પૂર્વ તથા સ્ટાફ સાથે જી. એસ. પી.સી. એ. બરોડા સાથે રહી મળેલ બાતમીનાં આધારે મોજે રાણીફળીયા ખાતે ભાડેથી રહેતા રાજેશભાઇ માધવભાઇ પણીકરનાં ઘરે બાતમીનાં આધારે રેડ કરતા એમનાં ઘરમાંથી મૃત દિપડાનું ચામડું શિડ્યુલ-૧ મળી આવતા એમનાં ઘરમાંથી ભાડેથી રહેતા રાજેશભાઇ માધવભાઇ પણીકર તથા તેમની પત્ની સુનિતાબેન રાજેશભાઇ પણીકર તથા વન્યપ્રાણી દિપડાનું ચામડું લાવનાર જયેશભાઇ રામદાસભાઇ ગાંવિત (રહે.શીવારીમાળ જી.ડાંગ) તથા વેચાણ અર્થે લેવા આવનાર કિરીટભાઇ ચંદ્રકાંતભાઇ ચૌહાણ (રહે. વડોદરા) તથા ગિરીશભાઇ ખુશાલભાઇ પરમાર (રહે. વડોદરા) જેમને વન્યપ્રાણી દિપડાનું ચામડું જે શિડ્યુલ-૧ માં આવે છે.  તેની સાથે રંગેહાથ પકડવામાં આવ્યા હતા. જેની આગળની તપાસ વલસાડ ઉત્તરનાં મે.નાયબ વન સંરક્ષક વલસાડ ઉત્તરનાં માર્ગદર્શન હેઠળ આગળ કરવામાં આવી રહી છે.

Exit mobile version