Site icon Gramin Today

ત્રણ જુગારીયાઓને ઝડપી પાડતી LCB અન્ય ત્રણ ભાગી જતા વોન્ટેડ જાહેર કરાયા:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

ડેડીયાપાડા વૈકુંઠ ફળિયા માંથી ત્રણ જુગારીયાઓને ઝડપી પાડતી LCB અન્ય ત્રણ ભાગી જતા વોન્ટેડ;

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ટાઉન વિસ્તારમાં વૈકુંઠ ફળીયા ખાતે આંક ફરકના આંકડા લખતા ત્રણ જુગારીયાઓને જુગારના કુલ્લે કિ.રૂ.૨૦,૫૬૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી નર્મદા એલ.સી.બી એ જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો છે.

નર્મદા એલ.સી.બી પી.આઈ. એ.એમ.પટેલ ને બાતમી મળેલ કે ડેડીયાપાડા ના વૈકુંઠ ફળિયા માં કેટલાક લોકો અંક ફરક નો જુગાર રમી રહ્યા છે, ત્યારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં જુગારના આંકડા લખી લખાવતા આરોપીઓ પૈકી (૧) અજયભાઇ અમરસીંગ વસાવા રહે.વૈકુઠ ફળીયા, મોજદા રોડ, ડેડીયાપાડા તા.ડેડીયાપાડા (૨) જયંતીભાઇ ટેમરીયાભાઇ વસાવા (૩) દિલીપભાઇ કહાલીયાભાઇ વસાવા બંન્ને રહે.સીંગલ ગભાણા તા.ડેડીયાપાડા નાને જુગારના સાહિત્ય તથા રોકડ રકમ રૂ. ૨૦,૦૬૦/- તથા મોબાઇલ-૧ કિ.રૂ.૫૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૨૦,૫૬૦/-ના મુદ્દામાલ સાથે પકડાઇ જઇ તેમજ (૧) સંજયભાઇ ખાનસીંગભાઇ વસાવા રહે. વૈકુઠ ફળીયા, મોજદા રોડ, ડેડીયાપાડા તા.ડેડીયાપાડા (૨) યોગેશભાઇ વસાવા રહે. માર્કેટ યાર્ડ બાજુમાં ડેડીયાપાડા તા.ડેડીયાપાડાનાને વોન્ટેડ જાહેર કરી તેમના વિરૂધ્ધમાં ડેડીયાપાડા પો.સ્ટે.માં જુગારધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

Exit mobile version