શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લા આરોગ્ય કર્મચારીને ફરજમોકુફ કરાયા..
વ્યારાના કાનપુરા જનકનાકા પાસે જી.ઈ.બી ઓફિસની સામે જાહેર રોડ પર કારમાં દારૂના જથ્થા સાથે પકડાયા હતા:
જિલ્લા વિકાસ અધિકારીએ ગંભીર નોંધ લઇ કડક કાર્યવાહી હાથ ધરી..
વ્યારા, તાપી: પ્રા.આ.કેન્દ્ર ભડભુંજા સબસેન્ટર- છુટી તા.ઉચ્છલ ખાતે ફરજ બજાવતા હેલ્થવર્કર સંદીપભાઇ નરસિહભાઇ ચૌધરી ઉ.વર્ષ ૪૦ રહે કાટીસકુવા દુર ચૌધરી ફળીયુ તા.વ્યારા જિ.તાપી તા.૧૬/૧૨/૨૦૨૧ ના કલાક ૧૧ વાગે મોજે વ્યારા કાનપુરા જનકનાકા પાસે જી.ઈ.બી ઓફિસ ની સામે જાહેર રોડ પર દારૂના જથ્થા સાથે પકડાયા હતા.
સંદીપભાઇ નરસિહભાઇ ચૌધરી મ.પ.હે.વ સબ સેન્ટર થુટી પ્રા.આ.કે ભડભૂજા તા.ઉચ્છલ જિ.તાપીએ ૧૯૯૭ ના ગુજરાત પંચાયત સેવા (વર્તણુંક) નિયમ – ૩ નો ભંગ કરેલ છે. તથા સને ૧૯૯૭ ના પંચાયત સેવા (શિષ્ણ અને અપીલ ) ના નિયમ-૫-(૧) (ક) (ખ) ની જોગવાઇ મુજબ ફરજ મોકુફ હેઠળ મુકવાના થાય છે
ઉપરોકત તમામ બાબત ધ્યાને લઇ આમુખ (૫) મુજબ સંદીપભાઇ નરસિહ ચૌધરી મ.પ.હે.વ સબ સેન્ટર થુટી પ્રા.આ.કે ભડભૂજા તા.ઉચ્છલ જિ.તાપી ને ફરજ મૌકુફી હેઠળ મુકવા તથા તેમનું ફરજ હેઠળ નું હેડ ક્વાટર પ્રા.આ.કે કુકરમુંડાના સબ સેન્ટર કુકરમુંડા – ૨ નક્કી કરવા આથી હુકમ કરવામાં આવે છે.