Site icon Gramin Today

ડેડીયાપાડા પોલીસે દાભવન ગામે જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડયા :

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ડેડીયાપાડા પોલીસે દાભવન ગામે જુગાર રમતા પાંચ જુગારીઓ ને ઝડપી પાડયા;

પોલીસે ઝડપેલા જુગારીઓ પાસેથી રૂ.72,640 નો રોકડ સહીત નો મુદ્દામાલ જપ્ત કર્યો;

    રાજ્યમા સામાન્ય વિધાનસભાની ચુંટણીઓની જાહેરાતો થઈ ગઈ ત્યારે ગુનાહિત પ્રવૃત્તિ ઓને અંકુશ માં રાખવા અને અસામાજિક પ્રવુતિઓ પર રોક લગાવવા ની સુચના અને માર્ગદર્શન વડોદરા રેન્જ આઇજી સંદીપસિંહ અને નર્મદા જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેં એ નર્મદા જીલ્લા પોલીસ ને આપેલ હોય ને સમગ્ર પોલીસ તંત્ર સાબદુ બન્યું છે.

જે અંતર્ગત ડેડીયાપાડા પોલીસે પાંચ જુગારીઓ ને ઝડપી પાડયા હતા અને તેમની પાસે થી રૂ.72,640 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

    ડેડીયાપાડા પોલીસ મથક ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.ડી. પટેલ સહિત ના સ્ટાફ ને બાતમી મળી કે ડેડીયાપાડા પોલીસ મથક હદ વિસ્તાર માં આવતાં દાભવન ગામ ની સીમ માં કેટલાંક જૂગરીઓ પત્તા પાના નો જુગાર રમી રહ્યા છે જેથી ડેડીયાપાડા પોલીરેડ કરી હતી જેમાં જુગાર રમતા ૧) અશ્વિન મંગુભાઇ તડવી રહે. પિપરવતી ૨) દેવજીભાઈ જાત્તરભાઈ વસાવા ૩) પ્રકાશભાઈ ઓલીયાભાઈ વસાવા ૪) સંજય સુરેશભાઈ તડવી ૫) આશિષ અરવિંદ તડવી તમામ રહે. દાભવન નાઓ ને ઝડપી પાડયા હતા અને તેમની પાસે થી રોકડા રૂપિયા 12,640 મોટરસાયકલ નંગ 3 કિંમત 45,000 મોબાઈલ કિંમત 15,000 મળી કુલ રૂપિયા 72,640 નો મુદ્દામાલ જપ્ત કરી તમામ જુગારીઓ સામે જુગાર ધારા ની કલમ 12 હેઠલ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

 

Exit mobile version