શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
ડાંગ જિલ્લામાં બળાત્કાર કેસમાં આરોપીની ઝડપી ધરપકડ, વઘઈ પોલીસની ત્વરિત કાર્યવાહી:
દિનકર બંગાળ, આહવા: ડાંગ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવા પોલીસ દ્વારા સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ વડા પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપથી પકડવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે.
આ અનુસંધાને, વઘઈ પોલીસ સ્ટેશનમાં ૨૯ એપ્રિલ ૨૦૨૬ના રોજ નોંધાયેલા બળાત્કારના ગંભીર ગુનામાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક કે.આર. ડીમરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. ચાવડાના નેતૃત્વમાં વિશેષ પોલીસ ટીમો રચી તપાસ શરૂ કરવામાં આવી.
પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ તથા માનવ સૂત્રોની મદદથી સઘન તપાસ હાથ ધરી અને આરોપી હરેશભાઈ હરિચંદભાઈ ચૌધરી (રહે. સુસરદા, કારભારી ફળીયુ, તા. વઘઈ, જી. ડાંગ)ને ઝડપી પાડ્યો.
હાલમાં આરોપીની ધરપકડ કરી તેની સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસની આ ઝડપી કામગીરીથી સ્થાનિક લોકોમાં સુરક્ષાની લાગણી વધુ મજબૂત બની છે.

