Site icon Gramin Today

ઝઘડીયા GIDC ખાતે આવેલી હિંદુસ્તાન કોપર લિમિટેડમાં રુ. 22 લાખની કોપરની ચોરી: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ભરૂચ  સુનિતા રજવાડી 

ભરૂચ જીલ્લાના ઝઘડીયા GIDC ખાતે આવેલી હિંદુસ્તાન કોપર લિમિટેડમાં રુ. 22 લાખની કોપરની ચોરી: 

હિંદુસ્તાન કોપર લી. કંપનીના વેર હાઉસમાં 57 ટન કોપર સ્ક્રેપ મુકેલ જેમાંથી 6 થી 7 ટનની ચોરી થવાની ઘટના સામે આવી છે,

ઝઘડીયા GIDC માં આવેલી હિંદુસ્તાન કોપર લિમિટેડ આવેલ છે. જેમાં 22 લાખની કોપર સ્ક્રેપ ની ચોરીની ઘટના સામે આવી હતી.

ઝઘડીયા પોલીસ સ્ટેશને થી મળેલી માહિતી મુજબ ઝઘડીયા ની GIDC ખાતે આવેલી હિંદુસ્તાન કોપર લિમિટેડમાં રુ 22 લાખ ની ચોરીની ઘટના સામે આવી હતી. હિંદુસ્તાન કોપર લિમિટેડનાં કંપનીનાં વેર હાઉસમાં 57 ટન કોપર સ્ક્રેપ બંધ વેર હાઉસમાં મુકેલ હતો બંધ વેરહાઉસનુ પતરું ખોલી જેમાંથી 6 થી 7 જેટલો ટન કોપર સ્ક્રેપ ની ચોરી થવા પામી હતી. જેની કિંમત 22 લાખ થાય છે.

જેની ફરિયાદ ભરૂચનાં  ઝઘડીયા પોલીસ સ્ટેશને નોધાવવામાં આવી હતી. 

ઝઘડીયા પોલીસ દ્વારા ચોરીનો ગુનો દાખલ કરી આગળની કાયૅવાહી હાથ ધરવામાં આવી હતી.

Exit mobile version