Site icon Gramin Today

જુગાર રમતા જુગારીયાઓને મુદ્દામાલ સાથે પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સાગબારા પોલીસ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર, સાગબારા પ્રકાશભાઈ 

સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પત્તાપાનાનો જુગાર રમતા જુગારીયાઓને મુદ્દામાલ સાથે પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી સાગબારા પોલીસ;

ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક વડોદરા રેન્જ શ્રી પીયુશ પટેલ સાહેબ તથા પોલીસ અધિક્ષક નર્મદા શ્રી હિમકર સિંહ સાહેબ તરફ થી પોલીસ મહા.અને મુ.પો. અધિ. સા. શ્રી ગુ.રા.ગાંધીનગર તરફથી આપવામાં આવેલ પ્રોહી જુગાર ડ્રાઇવમાં અસરકારક કામગીરી કરવા માટે આપેલ સુચના આધારે ના.પો.અધિ.રાજપીપલા વિભાગ શ્રી રાજેશ પરમાર સાહેબ તથા સી.પી.આઇ.ડેડીયાપાડા શ્રી પીપી ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ સાગબારા પો.સ્ટે.ના પી.એસ.આઇ.શ્રી કે.એલ.ગળચર સાહેબ તથા તેમના સ્ટાફ ધ્વારા સાગબારા પોલીસ સ્ટેશન વિસ્તારમા પ્રોહી જુગારની ડ્રાઇવમા હતા દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે, નાલ ગામે કેટલાક ઇસમો પત્તાપાનાનો જુગાર રમી રહેલ છે જે બાતમી આધારે બે પંચોના માણસો તથા બીજા પોલીસ સ્ટાફના માણસોને બોલાવી બાતમીવાળી જગ્યા નાલ ગામે રેઇડ કરતા પત્તાપાનાનો પૈસાની લગાઇથી હાર જીતનો જુગાર રમી રમાડતા કુલ-૫ ઇસમો પકડાઇ ગયેલ અને પકડાયેલ ઇસમોઓની અંગ ઝડતી કરતા રોકડ રૂપીયા,૧૦,૮૭૦/- તથા દાવ ઉપરથી રોકડ રૂપીયા ૩૫૦/-મળી કુલ રોકડા રૂા.૧૧,૨૨૦/-તથા પત્તા પાના નંગ-પર કિ.રૂ.૦૦/-મળી કુલ્લે રૂ.૧૧,૨૨૦/- નાં મુદ્દામાલ સાથે પકડાઇ જતા સાગબારા પો.સ્ટે. B-પાર્ટ ગુ.ર.નં.૧૧૮૨૩૦૨૧૨૧૦૫૩૫ જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

Exit mobile version