શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ભરૂચ સુનિતા રજવાડી
વાલીયા દણસોલી ગામ ખાતે પંકજ ઉર્ફે કાળુ દિલિપભાઇ વસાવાના ઘરમા જમીનમા બનાવેલ ભોયરામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.
ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ.ભરાડા વડોદરા વિભાગ વડોદરા નાઓ દ્વારા પ્રોહી/જુગાર અંગે અસરકારક કામગીરી કરવા આપેલ સુચના આધારે. ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ દ્વારા આગામી દીવાળીના તહેવાર અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે રીતે અસરકારક અને પરીણામ લક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે.
પોલીસ ઇન્સપેક્ટર જે.એન.ઝાલાનાઓની માર્ગદર્શન મુજબ ભરુચ લોકલ ક્રાઇમ બ્રાંચ ની અલગ અલગ ટીમોની રચના કરવામા આવેલ. તે પૈકી ભરૂચ એલ.સી.બી.ની એક ટીમ વાલીયામાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન મળેલ ચોક્કસ બાતમી આધારે વાલીયના દણસોલી ગામ ખાતે પંકજ ઉર્ફે કાળુ દિલિપભાઇ વસાવાના ઘરમા જમીનમાં બનાવેલ ભોયરામાથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સહીત કુલ મુદામાલ કિ.રૂ. ૯૭,૭૦૦/- સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે વાલીયા પો.સ્ટે.માં સોંપવામાં આવેલ છે અને આગામી દિવસોમાં પણ એલ.સી.બી.ભરુચ પોલીસ દ્વારા ગે.કા.પ્રવ્રુતી વિરુધ્ધ આવી જ રીતે અસરકારક કામગીરી કરવામા આવશે
પકડાયેલ આરોપી:
પંકજ ઉર્ફે કાલુ દિલિપભાઇ વસાવા રહે, લીમડી ફળીયુ દણશોલી ગામ તા.વાલીયા જી.ભરુચ,
પકડાયેલ મુદ્દામાલ:
(૧)ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ-૯૨૧ કિં.રૂ. ૯૫,૭૦૦/ (૨)મોબાઇલ નંગ-૦૧ કિ.રૂ. ૨૦૦૦/ કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા ૯૭,૭૦૦/
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીના નામ:
પો.સ.ઇ.એ.એસ.ચૌહાણ, હે.કો.હિતેષભાઈ, જયેંદ્રભાઇ તથા પો.કો.મહિપાલસિંહ શ્રીપાલસિંહ, ફિરોઝભાઇ નાઓ દ્વારા ટીમ વર્કથી કરવામાં આવેલ છે.