Site icon Gramin Today

ઘરફોડ ચોરીના ગુનામાં તડીપાર કરેલ આરોપીને ઝડપી પાડતી SOG ભરૂચ:

ઘરફોડ ચોરીના ગુનામાં તડીપાર કરેલ આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.ભરૂચ:

વડોદરા વિભાગ પોલીસ મહાનિરીક્ષક શ્રી હરી કૃષ્ણ પટેલ તથા ભરૂચ પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓની સુચના અને માર્ગદર્શન આધારે ATS ચાર્ટર મુજબની કામગીરી તથા મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા સારૂ અસરકારક કામગીરી કરવા તથા એસ.ઓ.જી પોલીસ ઇન્સપેકટર કે.ડી.મંડોરા નાઓની સુચના આધારે પો.સ.ઇ. એમ.આર.શકોરીયા તથા પો.સ.ઇ. એન.જે.ટાપરીયા તથા એસ.ઓ.જી સ્ટાફના માણસો એ.ટી.એસ ચાર્ટર મુજબની કામગીરી કરવા ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના હે.કો રવિન્દ્રભાઇ નુરજીભાઇનાઓને મળેલ બાતમી આધારે ભરૂચ સી.ડીવિઝન પ સ્ટે તડીપાર નંબર ૦૧/૨૦૧૮ ના કામના આરોપી સતવંતસીંગ ઉર્ફે સંતુ ગુરૂદાસસીંગ ટાંક સીખલીગર ઉ.વ ૨૬ રહે. કસક ફુવારા નવજીવન સ્કુલ પાછળ ભરૂચનાઓને ભરૂચ, નર્મદા,સુરત,વડોદરા જીલ્લામાંથી તારીખ ૨૪/૧૧/૨૦૨૦ થી છ માસ માટે તડીપાર કરેલ હતો જે ઇસમ મે એસ.ડી.એમ સાહેબ ભરૂચના તડીપાર હુકમનો ભંગ કરી વગર પરવાનગીએ ભરૂચ જીલ્લામાં પ્રવેશ કરી મળી આવતા તેના સામે આવતા કાયદેસર કાર્યવાહી કરી. 13/01/2021 નાં 6:40 વાગે ન્યુ કષક સર્કલ પાસે થી હસ્તગત કરી srtald sel G.P.ACT 142 મુજબની ફરીયાદ દાખલ કરી આગળની કાયદેસર કાર્યવાહી થવા સારૂ ભરૂચ શહેર “સી” પે.સ્ટે.ને સોપવામાં આવેલ છે.

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી

પો.સ.ઇ. એમ આર કોરીયા

હે.કો રવિન્દ્રભાઇ નુરજીભાઇ

એ એસ.આઇ દર્શકભાઇ ઘનશ્યામભાઇ

પો.કો વિનોદભાઇ રણછોડભાઇ

પો.સ.ઇ. એન.જે.ટાપરીયા

હે.કો.વરસનભાઇ શંકરભાઇ

હે.કો અનિરૂધ્ધસિંહ રણજીતસિંહ 

ડ્રા.હે.કો ક્રિપાલસિંહ ગણપતસિંહ

Exit mobile version