Site icon Gramin Today

ગવલાવાડી ગામે થી નવ જેટલા જુગારીયાઓને ઝડપી પાડતી ડેડીયાપાડા પોલીસ:

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

ગવલાવાડી ગામે થી નવ જેટલા જુગારીયાઓને ઝડપી પાડતી ડેડીયાપાડા પોલીસ;

ડેડીયાપાડા: તારીખ 19 સપ્ટેમ્બર રવિવારના રોજ ડેડીયાપાડા પોલીસ ગણેશ વિસર્જન ના બંદોબસ્તમાં હતી તે દરમ્યાન પોલીસ સ્ટાફના અમલદાર હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ અને ઈનેશભાઈ કરમસિંગ, વીનેશભાઈ તથા અન્ય પોલીસ સ્ટાફ ને ખાનગી બાતમી દાર થી બાતમી મળી હતી કે અક્ષયભાઈ દિનેશભાઇ ના ઘરની આગળ આંગણામાં ખુલ્લી જગ્યા માં કેટલાક ઈસમો પત્તાં પાના વડે હાર જીતનો જુગાર રમે છે તેવી બાતમી મળતા તાત્કાલિક બાતમી વાળી જગ્યા પર રેઇડ કરીને સ્થળ પરથી (1) આઝાદ ભાઇ ગુરજીભાઇ વસાવા સ્ટેશન ફળીયું ગામ ગવલાવાડી, (2) અક્ષયભાઈ દિનેશ વસાવા,દેવળ ફળિયું, ગવલાવાડી,(3) હેમંતભાઈ દિનેશ વસાવા, દેવળ ફળિયું, ગવલાવાડી, (4) ભરતભાઇ ગોમાભાઈ વસાવા, દેવળ ફળિયું, ગવલાવાડી,(5) દેવજીભાઈ રામજીભાઈ વસાવા દેવળ ફળિયું, ગવલાવાડી, (6) મથુરભાઈ ખાલ્પાભાઈ વસાવા સરપંચ ફળીયુ ઉમરાણ,(7) કિશનભાઈ ભરતભાઈ વસાવા નિશાળ ફળિયું , ગવલાવાડી (8)રાહુલભાઈ ગુરજીભાઈ વસાવા વડ ફળિયું ઉમરાણ,(9) દીપકભાઈ છગનભાઈ વસાવા વડ ફળિયું ઉમરાણ. આ તમામ ને ઝડપી પાડી તેઓની અંગ ઝડતી કરતા તેમની પાસેથી રોકડ રૂપિયા 10,430/- દાવ પરના 1800/- મોબાઈલ નંગ 5 તથા ગંજી પત્તાં પાના મળી કુલ્લે 16,230/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version