Site icon Gramin Today

ગંજીપાનાનો હારજીત જુગાર રમી, રમાડતા આરોપીઓને મુદામાલ સાથે ઝડપી પાડતી એલ.સી.બી, તાપી: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

ગંજીપાનાનો હારજીત નો જુગાર રમી રમાડતા આરોપીઓને મુદામાલ સાથે ઝડપી પાડતી એલ.સી.બી, તાપી:

અધિક પોલીસ મહાનિદેશકશ્રી, સુરત વિભાગ, સુરત તથા પોલીસ અધિક્ષકશ્રી, તાપીનાઓ દ્વારા પ્રોહી જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા બુટલગેરો પર તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર/મિલકત સબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જે અનુસંધાને શ્રી,આર.અમે.વસૈયા, પોલીસ ઇન્સ્પેકટર, લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાપી-વ્યારા નાઓના સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના પોલીસ માણસોએ પોતાના અંગત બાતમીદારો રોકેલ હોય જે કામે આજરોજ સાથેના સ્ટાફના હે.કો.ધર્મેશભાઇ મગનભાઇ બ.નં.૬૮૬ તથા પો.કો.રોનક સ્ટીવંશન બ.નં.૩૬૫નાઓને સયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ છે કે, “મૌજે કેળકુઇ ગામે ગોડાઉન ફળીયામાં આવેલ ખેતરાડી ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો નીચે બેસી ગોળકુંડાળુ કરી પૈસા પાના વતી હારજીતનો જુગાર રમે છે” જે બાતમી આધારે આજરોજ પો.સ.ઇ.શ્રી. પી.એમ.હઠીલા એલ.સી.બી. તાપીનાઓ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા આરોપીઓ (૧) સમન દરજીભાઇ ચૌધરી ઉ.વ.૫૫ રહે. કેળકુઇ ગામ ગોડાઉન ફળિયું તા.વ્યારા જી.તાપી (૨) દાનસીંગ રામજીભાઇ ચૌધરી ઉ.વ.૫૦ રહે. કેળકુઇ ગામ ગોડાઉન ફળીયા તા.વ્યારા જી.તાપી (૩) રણજીત લજપતરાય ચૌધરી ઉવ.૪૦ રહે. કેળકુઇ ગામ ગોડાઉન ફળીયા તા.વ્યારા જી.તાપી (૪) મહેન્દ્ર દિનેશભાઇ ચૌધરી ઉવ.૩૮ રહે. કેળકુઇ ગામ ગોડાઉન ફળીયા તા.વ્યારા જી.તાપી (૫) ચંપકભાઇ છીતુભાઇ ચૌધરી ઉ.વ.૫૦ રહે.કેળકુઇ ગામ ગોડાઉન ફળીયા તા.વ્યારા જી. તાપી (5) ઉદેસિ દરજીભાઇ ચૌધરી ઉ.વ ૬૦ રહે. કેળકુઇ ગામ ગોડાઉન ફળીયા તા. વ્યારા જી.તાપી (૭) દિવાનજીભાઇ ભીમસીંગ ચૌધરી ઉ.વ.૫૦ રહે. કેળકુઇ ગામ ગોડાઉન ફળીયા તા.વ્યાસ જી.તાપીનાઓનો ભેગા મળી મોજે. કેળકુઇ ગામે ગોડાઉન ફળીયામાં આવેલ ખેતરાડી ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે જુગાર રમતા જુગારના સાધનો ગંજી પાના નંગ-૫૦ તથા દાવના રૂપિયા ૫.૭૫૦/- તથા જુગાર રમવા માટેના હાથ ઉપર રાખેલ રૂપિયા તથા અંગઝડતીમાંથી મળી આવેલ રૂપિયા ૧૮,૩૧૦/- તથા જગ્યા ઉપરથી મળી આવેલ ત્રણ નંગ નાની બેટરી જેની કિ.રૂ.૦૦/- મળી કુલ્લે રૂપિયા ૨૪,૪૬૦/- નાં મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય ત્રણ આરોપીની વોન્ટેડ જાહેર કરી ઉપરોકત આરોપીઓ વિરૂધ્ધમાં જુગાર ધારા કલમ ૧૨-અ મુજબ કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારૂ વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.

કામગીરી કરનાર ટીમ :

પો.સ.ઇ.શ્રી, પી.એમ.હઠીલા, એલ.સી.બી.તાપી તથા એ.એસ.આઇ ગણપતસિંહ રૂપસિંગ બ.નં.૩૩૦, અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ, બ.નં.- ૬૮૬, પો.કો.રોનક સ્ટીવંશન બ.નં.૩૬૫, પો.કો.પ્રકાશભાઇ અરવિંદભાઇ બ.નં.૭૦૬ તથા પો.કો.ઇન્દ્રસિંહ વાલાભાઇ બ.નં.૧૭૪ તથા પો.કો અરૂણભાઇ જાલમસીંગ, બ.નં.- ૪૧૫, તથા પો.કો.વિનોદભાઇ ગોકળભાઇ બ.નં.૯૧૫ તથા અ.પો.કો પિયુષભાઇ રામુભાઇ બ.નં.૪૦૯ નાઓએ કામગીરી કરેલ છે.

Exit mobile version