Site icon Gramin Today

ખેરના લાકડાની ગેર કાયદેસર રીતે હેરાફેરી કરતા ઈસમોને પકડી પાડતી તિલકવાડા પોલીસ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

ખેરના લાકડાની ગેર કાયદેસર રીતે હેરાફેરી કરતા ઈસમોને પકડી પાડતી તિલકવાડા પોલીસ:

શ્રી એ.એન.પરમાર પોલીસ સબ ઇન્સ્પેકટર નાઓને મળેલ ચોક્ક્સ બાતમી ક્વોલીસ ગાડી ગે.કાયદેસર  રીતે ખેરના લાકડા ભરી વનમાલા તરફ આવે છે, તેવી બાતમી આધારે સ્ટફના માણસો કુંકરેજ-વનમાલા રોડ ઉપર વોચમાં હતા તે દરમ્યાન એક ક્વોલીસ ગાડી કુંકરેજ તરફ્થી આવતા તેને રોકી તેના ડ્રાઈવર નુ નામ ઠામ પૂછતા પોતે પોતાનું નામ બહાદુરભાઇ મંગુભાઇ જાતે વસાવા ઉ.વ.૩૮ ધંધો. ડ્રાઇવીંગ રહે. બયડી તા.ડેડીયાપાડા જી.નર્મદા નાનો હોવાનુ જણાવેલ અને તેની સાથે બીજા એક ઇસમો ગાડીમાં હોઇ તેમનુ નામ અમરસીંગભાઇ રામસીંગભાઇ જાતે વસાવા ઉ.વ.૪૫ ધંધો ખેત-મજુરી રહે.બયડી તા.ડેડીયાપાડા જી.નર્મદા નાઓ હતા અને તેમની પાસેની ક્વોલીસ ગાડી નબર જોતા તેનો રજીસ્ટર નંબર જી.જે.૦૭ આર ૮૭૬૪ નો છે, જે ક્વોલીશ ગાડીમાં ચેક કરતા તેમા પાછળ ના ભાગે ખેરના લાકડા ભરેલ હતા, જે આશરે ૬૦ મણ જેટલા હતા, જેની આશરે કી.રૂ.૨૪,૦૦૦/- ગણી જે ખેરના લાકડાના આધાર પુરાવા માંગતા તેમની પાસે નહીં હોવાનુ જણાતા,આ ક્વોલીસ ગાડી કી.રૂ.૧,૦૦,૦૦૦/- ગણી તથા ખેરના લાકડા કિ.રૂ.૨૪,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૨૪,૦૦૦/ તથા પકડાયેલ ઇસમો સામે ભારતીય વન અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવા સારૂ રેંજ ફોરેસ્ટર અધિકારી સાહેબશ્રી કેવડીયા નાઓને આગળની કાર્યવાહી માટે સોંપેલ છે. 

Exit mobile version