Site icon Gramin Today

કોકમ ગામ પાસે ઈંગ્લીશ દારૂ સહિત કુલ રૂ. 3,93,710/- ના મુદામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી LCB:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર

દેડીયાપાડા તાલુકાના કોકમ ગામ પાસે થી બોલેરો ગાડીમાં લઇ જવાતો કિ.રૂ. 62,400/- નાં ઈંગ્લીશ દારૂ સહિત મુદામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડતી LCB નર્મદા:

ડેડીયાપાડા તાલુકાના કોકમ ગામ પાસે થી બોલેરો ગાડીમાં લવાતો ઈંગ્લીશ દારૂ નો મુદામાલ LCB નર્મદા એ ઝડપી પાડ્યો હતો.
LCB ની ટીમ ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતી તે દરમિયાન બાતમીદારો દ્વારા માહિતી મળી હતી કે મહારાષ્ટ્ર તરફ થી એક પીકઅપ જેવી ગાડીમાં દારૂ ભરી સાંકળી ગામે રહેતા દિનેશ કુંવરજી વસાવા ને ત્યાં આપવાનો છે તે બાતમી ને આધારે કોકમ ગામે વોચ ગોઠવતા પીકઅપ ગાડી ને રોકી અટકાવતા ચાલકે પોતાની ગાડી ઉભી રાખી દીધી હતી. પીક અપ ગાડી ચાલકને પૂછપરછ અને ચેકીંગ કરતા તેમાં થી ખાખી પૂંઠા માં ભરેલા ભારતીય બનાવટ નો વિદેશી દારૂ મળી આવ્યો હતો.જેમાં બિયર ના ટીન નંગ. 288 કિંમત રૂપિયા 28,800/- પ્લાસ્ટીક ના કવટરીયા નંગ 336 કિંમત રૂપિયા 33,600/- નો દારૂ મળી આવ્યો હતો. પીક અપ ગાડીના ડ્રોઅર માંથી રોકડા રૂપિયા કુલ 30,810/- મળી આવેલા હતા. ચાલક ની પૂછપરછ કરતા આ દારૂ દિનેશ કુંવરજી વસાવા રહે સાંકળી તા ડેડીયાપાડા ને આપવાનો હોય તેમ જણાવેલ જેથી સાંકળી ગામે તેમના ઘરે તપાસ કરતા દિનેશ કુંવરજી ઘરે જ ઝડપાઇ ગયેલ હતો. બને આરોપી ઓ જેમાં દારૂ લાવનાર આત્મારામ રંગલયા પાડવી રહે. ગોરાડી સરવાણી તા.ધડગાવ જી નંદુરબાર પાસે થી કુલ વિદેશી દારૂ ની કિંમત રૂ. 62,400/- અને પીક અપ ગાડીની કિંમત 3 લાખ રૂપિયા તેમજ રોકડા 30,810/- અને એક મોબાઈલ મળી કુલ રૂપિયા 3,93,710 નો મુદામાલ મળી આવ્યો હતો અને દારૂ મંગાવનાર દિનેશ કુંવરજી વસાવા રહે. સાંકળી તા. ડેડીયાપાડા આ બને ને ઝડપી પાડી આગળની કાયદેસર ની કાર્યવાહી LCB એ હાથ ધરી છે.

Exit mobile version