Site icon Gramin Today

એકતરફી પ્રેમીએ સગીરા પર ચપ્પુના ઘા મારી હુમલો કર્યો મહિલા હોસ્પિટલ દાખલ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, પ્રતિનિધિ  સર્જનકુમાર

દિયોદર માં સુરત જેવી ઘટના બનતાં અટકી;

એકતરફી પ્રેમીએ સગીરા પર ચપ્પુના ઘા મારી હુમલો કર્યો મહિલા હોસ્પિટલ દાખલ;

ગુજરાતમાં સુરતની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં બનાસકાંઠા જિલ્લામાં એક સગીરા પર ચપ્પુના ઘા મારી હુમલો કરવાના મહિલાએ આક્ષેપ કર્યા છે, અને મહિલાને સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાઈ છે, તેમજ મહિલાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઇ છે. 

સમગ્ર ગુજરાતમાં મહિલા પર અત્યાચારમાં વધારો થઈ રહ્યો છે તેમજ થોડા દિવસ અગાઉ સુરતમાં એક યુવકે એક તરફી પ્રેમ રાખી યુવતીના ગળાના ભાગે ચપ્પુના ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી અને તેના પ્રત્યાઘાત સમગ્ર ભારત દેશમાં પડ્યા હતા એ ઘટનાની હજુ શાહી પણ સુખાઈ નથી અને બનાસકાંઠામાં પણ એક મહિલા પર યુવકે લગ્નની માટે દબાણ કરી યુવતિ પર ચપ્પુના ઘા માર્યા.

બનાસકાંઠા જિલ્લાના દિયોદરના લીલાધર ગામે એક સગીરાને મહેશ દેવીપૂજક નામના શખ્સે સગીરા સાથે લગ્ન કરવાની જીદ કરી અને સગીરાએ લગ્ન કરવાની ના કહેતા મહેશ દેવીપૂજક નામના શખ્સે સગીરાને ચપ્પુના ઘા ઝીકયા હોવાના આક્ષેપ કર્યા છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદરના લીલાધર ગામે એક સગીરાને મહેશ દેવીપૂજક નામના શખ્સે સગીરા સાથે લગ્ન કરવાની જીદ કરી અને સગીરાએ લગ્ન કરવાની ના કહેતા મહેશ દેવીપૂજક નામના શખ્સે સગીરાને ચપ્પુના ઘા ઝીકયા હોવાના આક્ષેપ કર્યા છે. સગીરા યુવતીનો પરિવાર મજૂરીએ ગયો અને સગીરાની એકલતાનો લાભ ઉઠાવી મહેશ દેવીપૂજક અને તેનો ભાઈ સુરેશ દેવીપૂજકને ઘટનાને અંજામ આપ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ સમગ્ર મામલે હાલ તો સગીરા યુવતીને સારવાર અર્થે દિયોદર રેફલર ખાતે ખસેડાઇ છે ઘટનાને લઈ ઘાયલ સગીરાએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

 

Exit mobile version