Site icon Gramin Today

ઉમરાણ ગામે માતા સાથે આડા સંબંધના વહેમ રાખી પુત્રએ આધેડની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરતાં ચકચાર:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ ૨૪x૭ વેબ પોર્ટલ

ઉમરાણ ગામે માતા સાથે આડા સંબંધના વહેમ રાખી પુત્રએ આધેડની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરતાં ચકચાર:

પુત્રએ આધેડને ગળા-પેટનાં ભાગે ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરતા પોલીસ મથકે હત્યાનો ગુનો દાખલ

સર્જન વસાવા, ડેડિયાપાડા : દેડિયાપાડા તાલુકાના ઉમરાણ ગામે માતાના સંબંધ આધેડ સાથે હોવાનો વહેમ રાખીને આધેડનું પુત્ર દ્વારા ચપ્પુના ઘા ઝીંકીને ખૂન કરતાં દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, દેડિયાપાડા તાલુકાના ઉમરાણ ગામે તા.૨૬ જુન,૨૦૨૫ના રોજ રાત્રિના ૮ થી ૯ વાગ્યાના અરસામાં આરોપી મનિષ ઉર્ફ મનિયો ગોકુલ વસાવા (રહે. ઉમરાણ તા. દેડિયાપાડા, જી.નર્મદા) એ વિજયભાઈ દેવજી વસાવા (ઉં.૫૦. રહે.ઉમરાણ તા. દેડિયાપાડા, જી.નર્મદા)ને આરોપી મનિષ ઉર્ફ મનિયો ગોકુલ વસાવાની માતા સાથે સંબંધ છે. તેવો વહેમ રાખીને આધેડ વિજય વસાવાને ઉમરાણ ગામે સરકારી દવાખાનાના પગથિયા પાસે ગળા અને પેટના ભાગે ચપ્પુના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી હતી. જે અંગે મનિષ ઉર્ફે મનિયો ગોકુલ વસાવા વિરુદ્ધ દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરાયો હતો.

દેડિયાપાડાના પોલીસ ઇન્સ્પેક્ટર પી.જે.પંડયાએ હત્યારા મનિષ ઉર્ફે મનિયો ગોકુલ વસાવાને દબોચી લીધો હતો.

Exit mobile version