Site icon Gramin Today

આહવા ફુવારા સર્કલ પાસેથી યુવક રહસ્યમય રીતે ગુમ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ

આહવા ફુવારા સર્કલ પાસેથી યુવક રહસ્યમય રીતે ગુમ:

દિનકર બંગાળ, આહવા: ડાંગના પોલીસ અધિક્ષક પૂજા યાદવ તરફથી મળેલી એક અખબારી યાદી અનુસાર, ડાંગ જિલ્લાના આહવા પોલીસ સ્ટેશનમાં સમાવિષ્ટ પીપલઘોડી ગામનો ૩૬ વર્ષિય યુવક ગુમ થયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવા પામી છે.

ગુમ થનાર યુવક નામે મનીષભાઈ જાનુભાઈ પવાર કે જેમની ઉંમર ૩૬ વર્ષ છે. તેમનું સરનામુ રહે. પીપલઘોડી(નિશાળ ફળિયું), તા.આહવા, જિ.ડાંગ છે. આ યુવક દેખાવે પાતળા બાંઘાના, ઘંઉ વર્ણ, ઊંચાઈ ૧૫૪ ઇંચ, ગુમ થયા ત્યારે આ યુવકે શરીરે સફેદ કલરનું ફૂલ બાઈનું શર્ટ તથા કમરે વાદળી કલરનો જીન્સ પહેરેલ હતા. તેઓ ગુજરાતી,હિન્દી અંગ્રેજી ભાષા તથા ડાંગી બોલી જાણે છે.

ગુમ થનાર આ યુવક તારીખ ૧૮/૦૮/૨૦૨૬ ના રોજ ૧૮/૦૦ કલાકે હરકોઈ વખતે આહવા ફુવારા સર્કલ પાસેથી કોઈ અગમ્ય કારણોસર કોઈને પણ જાણ કર્યા વગર ક્યાંક ચાલી જઈ ગુમ થયેલ છે. જે બાબતે આહવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ઉક્ત વર્ણનવાળો યુવક જો આપના શહેર તથા જિલ્લાના વિસ્તારમાં મળી આવે તો આહવાના પોલીસ કંટ્રોલ રૂમ નંબર : ૦૨૬૩૧ – ૨૨૦૩૨૨, ૨૨૦૬૫૮ તથા આહવા પોલીસ સ્ટેશનનો નંબર : ૦૨૬૩૧ – ૨૨૦૩૩૩ ઉપર સંપર્ક સાધવા એક અખબારી યાદી દ્વારા જણાવાયુ છે.

Exit mobile version