શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
કેવડિયા એકતા નગર ગ્રીન રેલવે સ્ટેશન ખાતે જગદીશ ફૂડ કોર્ટ પ્રવાસીઓ માટે ખુલ્લી મુકવામાં આવી;
કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે એકતા નગર ગ્રીન રેલવે સ્ટેશનમાં જગદીશ ફૂડ કોર્ટનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ સ્થાનિકોની પસંદગી થતા તેઓને રોજગારી ઉભી થઇ છે.
કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનું પ્રતીક છે, શરૂઆતથીજ અહીં આવતા પ્રવાસીઓ માટે ભોજનથી લઈ રહેવા માટેની તમામ સુખ સુવિધાઓનું SOU ઓથોરિટી દ્વારા ખ્યાલ રાખવામાં આવી રહ્યું છે, તેથીજ અહીં સ્ટેચ્યુ સહિત તમામ પ્રોજેક્ટો પર દેશ વિદેશની વાનગીઓ મળી રહે તેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, અલગ અલગ સ્ટેટના વ્યંજનો પ્રવાસીઓ એકજ સ્થળે મેળવી શકે તે માટે હોટલો રેસ્ટોરન્ટ તેમજ ફૂડ કોર્ટ પણ ખોલવામાં આવી છે, અહીં આવતા પ્રવાસીઓ એકતાનગર પ્રવાસન સ્થળને હરવા ફરવાનું ઉત્તમ સ્થળ માની રહ્યા છે, તેથી રોજના હજારો પ્રવાસીઓ અહીં આવી રહ્યા છે, અહીંનું સ્વાદિષ્ટ વ્યંજન પણ તેઓના પ્રવાસને યાદગાર બનાવે તેવા તંત્રના પ્રયાસો રહેતા હોય છે, તેમજ પ્રવાસીઓને કોઈ જાતની તકલીફ ના રહે તે મેતે SOU ઓથોરિટી દ્વારા કાળજી લેવામાં આવે છે, કેવડિયા એકતાનગર ખાતે ભારતનું પહેલું ગ્રીન રેલવે સ્ટેશન હાલ કાર્યરત છે, આ રેલવે સ્ટેશન પર દેશ વિદેશના ઘણા પ્રવાસીઓ આવતા હોય છે, ત્યારે આજરોજ આ ગ્રીન રેલવે સ્ટેશનના પરિસરમાં જગદીશ ફ્રુડ કોર્ટનું વૈષ્ણવ સમાજના ધર્મ ગૃર 108 દ્વારકેશલાલજી મહારાજના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, અને જગદીશ ફ્રુડ કોર્ટને પ્રવાસીઓ માટે ખુલ્લી મુકવામાં આવી હતી, સમગ્ર ભારત દેશનું પ્રથમ આ એવું રેલવે સ્ટેશન છે જ્યાં પ્રવાસીઓ માટે ફાઇન ડાઈન રેસ્ટોરન્ટ ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેનો સીધો ફાયદો પ્રવાસીઓને થશે, પ્રવાસીઓને હાઇજેનિક ભોજન આપવું તેમજ સ્થાનિકોને રોજગારી એ જગદીશ ફૂડ કોર્ટનો મુખ્ય હેતુ રહેલો છે.
કેવડિયા વિસ્તારના સ્થાનિકોને આ ફ્રુડ કોર્ટ માં સરૂઆત થી જ અહીં સ્થાન આપી ને મહત્વ આપવામાં આવ્યું છે, હાલમાં એકતા નગર ગ્રીન રેલવે સ્ટેશન પરિસરમાં શરૂ થયેલ જગદીશ ફ્રુડ કોર્ટમાં કિ પોસ્ટ પર સ્થાનિકો કામ કરી રહ્યા છે, જગદીશ ફ્રુડ કોર્ટનો મુખ્ય હેતુ છે કે પ્રવાસીઓને હાઇજેનિક વિવિધ સ્વાદિષ્ટ વ્યંજનનો સ્વાદ મળે અને સ્થાનિકોને રોજગારી મળે ત્યારે અહીં કામ કરતા સ્થાનિકો પણ કહી રહ્યા છે કે અમને ઘર આંગણે નોકરી મળતા અમારું જીવન ધોરણ ઊંચું આવશે અને રોજગારી માટે અમારે શહેરોમાં ભટકવું નહિ પડે – અનિલભાઈ તડવી(સ્થાનિક).