Site icon Gramin Today

સેવાશ્રમ સંઘ ગંગપુર સંચાલીત શ્રીયમ એમ. પી. કાપડિયા વિદ્યામંદિર શાળા ખાતે નવરાત્રી મહોત્સવ યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ , 24×7 વેબ પોર્ટલ

સેવાશ્રમ સંઘ ગંગપુર સંચાલીત શ્રીયમ એમ. પી. કાપડિયા વિદ્યામંદિર ગંગપુર શાળા ખાતે નવરાત્રી મહોત્સવ યોજવામાં આવ્યો હતો . 

કમલેશ ગાંવિત, વાંસદા:    ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર સંચાલિત શ્રીયમ એમ. પી. કાપડિયા વિદ્યામંદિર ગંગપૂર શાળાના મેદાનમાં  નવરાત્રી મહોત્સવ યોજવામાં આવ્યો હતો . કાર્યક્રમની શરૂઆત   માતાજીની આરાધના  દ્વારા કરવામાં આવી હતી, માતાજીની આરતી અને સ્તુતિ  બાદ બાળકોને પ્રસાદ આપી સંસ્થા દ્વારા નાસ્તાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકો અને શિક્ષકો મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા અને શાળાના તમામ બાળકોએ  માતાજીના ગરબાની મઝા માણી હતી. આ પ્રસંગે સંસ્થાના મંત્રી સ્વામીશ્રી વિશ્વરૂપાનંદજી મહારાજે ટેલિફોનીક આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. તેમજ સંસ્થાના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી નિમિષ વ્યાસ સાહેબે પણ શુભેચ્છા પાઠવી હતી. શાળાના ડાયરેક્ટર શ્રી કિશોર પટેલ, માધ્યમિક શાળા ના આચાર્ય શ્રી મણિલાલ પટેલ, પ્રાથમિક શાળાના આચાર્ય હિમ્મત ચૌહાણ, તથા સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર ભાવેશ પટેલ તેમજ શાળાના તમામ પરિવાર ના મિત્રો એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

Exit mobile version