Site icon Gramin Today

સી.એન.આઇ. ચર્ચ ગારદા ખાતે ખ્રિસ્તી બંધુઓ દ્વારા નાતાલની ઉજવણી કરવામાં આવી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર 

સી.એન.આઇ. ચર્ચ ગારદા ખાતે ખ્રિસ્તી બંધુઓ દ્વારા નાતાલની ઉજવણી કરવામાં આવી;

નાતાલ એટલે ખ્રિસ્તી ધર્મબંધુઓનો વિશેષ દિવસ, આ દિવસે ઇસુના જન્મ દિવસની કરાય છે ભવ્ય ઉજવણી;
ભારત સહીત વિશ્વભરમાં આનંદભેર નાતાલપર્વ ની ઉજવણી કરવામાં આવે છે, ઉત્સાહ અને ઉમંગનો પર્વ એટલે આનંદી નાતાલ:
લોકો એકબીજા વ્યક્તિને ભેટ આપી પોતાની આનંદ, ખુશીઓ અને અભિવ્યક્તિ વ્યક્ત કરે છે, અને અનેક પ્રોગ્રામ, કેરોલ સિંગિંગ, પ્રાર્થના અને રંગારંગ કાર્યક્રમ આયોજન કરાઈ છે, આમ નાતાલ ખ્રિસ્તીબંદુઓ માટે ઉત્સવ સમાન બની રહે છે,

નર્મદા: નાતાલ એટલે પ્રભુ ઈસુનો જન્મ દિનનો મહાન ઉત્સવ, આજે દેડીયાપાડાનાં ગારદા, મંડાળા, ખાબજી, ખામ, અલ્માવાડી, દેડીયાપાડા સહિતના તમામ દેવળો તથા મકાનો રોશનીથી ઝળ હળી ઉઠ્યા: કોરોના કાળ વચ્ચે પણ અનેરો ઉત્સાહ લોકોમાં જોવાં મળ્યો હતો, રંગ રોગન, સાફ સફાઈ, રીનોવેશન, ડેકોરેશન કરવાનાં કામે અઠવાડિયા પહેલાં જ લાગી જતાં હોય છે,
નાતાલ પર્વના વધામણા સાથે ખ્રિસ્તી સમુદાય દ્વારા એકબીજાને ‘મેરી ક્રિસમસ’ની શુભેચ્છા પાઠવવામાં આવતી હોય છે,

સી એન.આઇ. ચર્ચ ગારદા ખાતે ખ્રિસ્તી બંધુઓ દ્વારા ખાસ નાતાલના પવિત્ર પર્વ નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી જેમાં તમામ ખ્રિસ્તી બંધુઓ દ્વારા એકબીજાને નાતાલની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

તેમજ સરકાર દ્વારા જાહેર કરાયેલ કોરોનાની ગાઈડ લાઈન મુજબ સાંસ્કૃતિક કાર્યક્રમો નહીં કરતા સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી.

પ્રભુઈસુના જન્મના વધામણા, નાતાલ પર્વની ગારદા સહિત દેડીયાપાડા તાલુકામાં તા.૨૫મી ના રોજ અનેક જગ્યાઓએ અનોખી ઉજવણી કરવામાં આવી.

 

પ્રભુ ઇસુના જન્મના વધામણા લેવા માટે ખ્રિસ્તી બંધુઓ અનેક તૈયારીઓ કરી સજ્જ બન્યાં છે. નાતાલ પર્વને અનુલક્ષી દેવળોમાં વિશેષ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું દેશ અને દુનિયામાં શાંતિ નો માહોલ રહે અને લોકો કોરોના કહેર વચ્ચે સ્વસ્થ અને તંદુરસ્ત રહે તેવી પ્રાર્થનાઓ કરવામાં આવી હતી, તેમજ મકાનો, મહોલ્લાં અને દેવળોને રંગબેરંગી રોશનીથી જગમગી ઉઠાયા હતાં. આમ ખ્રિસ્તી બંદુઓ દ્વારા અનોખી રીતે  અને સદાય દ્વારા આનંદી નાતાલ-2021 ઉજવવામાં આવી હતી.

Exit mobile version