Site icon Gramin Today

સાંઈદીપ મંદિરે પાછલાં 21 વર્ષથી ભક્તોને કરવામાં આવતો ખીચડીનો મહાપ્રસાદ :

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, માંડવી 

માંડવી જૂની પોલીસ લાઈન ખાતે આવેલ સાંઈ દીપ મંદિરે પાછલાં  21 વર્ષથી ભક્તોને ખીચડીનો મહાપ્રસાદ અપાય છે.

માંડવી નગરમાં આવેલ જૂની પોલીસ લાઈન ખાતે મંદિર આવેલ છે આ મંદિર નિર્માણ થયાને ૨૪ વર્ષ જેટલો સમય  થયેલ છે. સાઈદીપ મંદિરે છેલ્લા 21 વર્ષથી દર્શનાર્થે આવનાર ને અવિરતપણે ખીચડી નો મહાપ્રસાદ આપવામાં આવે છે. અને ભક્તો મહા પ્રસાદ લઇ ધન્યતા અનુભવે છે. આ મંદિરે દૂર દૂર ના ગામોના ભાવીભક્તો પગપાળા ચાલીને દર્શનાર્થે આવીને લહાવો લે છે.  અહીના સાંઈ ભક્તો માટે આ મંદિર શ્રદ્ધા આસ્થા નું પ્રતીક સમાન છે તેમજ આ મંદિરે છે છેલ્લા 24 વર્ષથી સાઈ ભક્તો દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને સાઈ ભક્તો શેરડી પહોંચી ધન્યતા અનુભવે છે .

આ મંદિરે ના પૂજારી તરીકે સેવા આપનાર  દીપકભાઈ વરસાડે છેલ્લા 24 વર્ષથી પૂજા અર્ચના કરે છે તેમજ સાંઈદીપ  મંદિરે દર ગુરુવારે ખીચડીનો પ્રસાદ આપવામાં આવે છે જે પ્રસાદને આરોગી ધન્યતા અનુભવે છે તેમજ સાંઈ મંદિરે દર ગુરુવારે ખીચડીનો મહાપ્રસાદ આપવામાં આવે છે જેનો લાહવો લેવા માટે અને દાનવીરો એ  દીપકભાઈ વરસાડે નો ફોન નંબર 98 258 72 0 16 પર સંપર્ક કરવા વિનંતી.

પત્રકાર: ઈશ્વરભાઇ સોલંકી (માંડવી)

Exit mobile version