Site icon Gramin Today

પ્રાથમિક શાળા થવા બ્રાન્ચમાં ગરબાનું આયોજન, બાળકો વેશ ભૂષામાં ગરબે રમ્યા:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

પ્રાથમિક શાળા થવા બ્રાન્ચમાં ગરબાનું આયોજન, બાળકો અનેક વિધ વેશ ભૂષામાં ગરબે જુમ્યા;

નેત્રંગ તાલુકાની થવા ખાતે આવેલ પ્રાથમિક શાળા થવા બ્રાન્ચ દ્વારા શાળાના બાળકો માટે નવરાત્રી  પર્વ અંતર્ગત ગરબાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં બાળકોએ ગરબા ની શરૂઆત કરતા પહેલા માતાજી શક્તિ સ્વરૂપ જગદંબા ની આરતી કરી ભારતીય સંસ્કૃતિ રજુ કરતા ગરબા શેરી ગરબા ની રમઝટ બોલાવી હતી, શાળાના શિક્ષકો તેમજ શિક્ષિકાઓએ પણ બાળકો સાથે ગરબા રમીને શાળાના બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો તેમજ વર્તમાનમાં ડીજે તાલે ચાલતા ગરબા તેમજ શેરી ગરબા વચ્ચેના ફરક શિક્ષકોએ સમજાવ્યો તેમજ બાળકો ભારતીય સંસ્કૃતિ શુ છે તેની હકીકત થી વાકેફ કરી ગરબા પાછળ નો મહિમા સમજાવ્યો હતો નવરાત્રી પર્વ કેમ ઉજવવામાં આવે તેનો ધાર્મીક મહીમા પણ બાળકો ના ગરબા સાથે માર્ગદર્શન આપ્યું હતું. શાળાના બાળકો રંગબેરંગી વેશ ભૂષામાં આવી કાર્યકમ ને અતી સફળ બનાવ્યો હતો.

રિપોર્ટર: સર્જન વસાવા, બ્યુરો ચીફ 

Exit mobile version