શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જન કુમાર
ગારદા ખાતે સી.એન.આઇ ગુજરાત ડાયોસિસ દ્વારા મંડળી વિભાજન નો કાર્યક્રમ યોજાયો;
મંડળી નાં લોકો તેમજ ગ્રામજનો દ્વારા ખ્રિસ્તીઓના ધર્મગુરુ (બિશપ) તેમજ પાળકોનું ઢોલ – નગારા સહિત ઉત્સાહ પૂર્વક કરાયું સ્વાગત;
ધ ચર્ચ ઓફ નોર્થ ઈન્ડિયા ગુજરાત ડાયોસિસ દ્વારા ગારદા મંડળીમાં નવી પાસ્ટરેટ કમિટી ની રચના કરાઈ;
ધ ચર્ચ ઓફ નોર્થ ઈન્ડિયા ગુજરાત ડાયોસિસ, ગારદા મંડળી દ્વારા ખાસ મંડળી વિભાજન નો કાર્યક્રમ ગારદા ગામ ખાતે યોજાયો હતો, જેમાં સમસ્ત ખ્રિસ્તી સમાજ નાં અનુયાયીઓ તેમજ ગ્રામજનો દ્વારા આ કાર્યક્રમ નું આયોજન સી.એન. આઇ.ચર્ચ ગારદા ખાતે કરવામાં આવ્યું હતું.
જેમાં સી.એન.આઇ.ગુજરાત ડાયોસિસ નાં બિશપ સાહેબ ધી. રાઇટ.રેવ.સિલવાન્સ.ક્રિશ્ચયન નું ભારતીય સંસ્કૃતિ મુજબ આદિવાસી ઢોલ – નગારા સહિત ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ મંડળી ની બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા, અને કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ બિશપ સાહેબ શ્રી દ્વારા મંડળી વિભાજન ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને નવી પાસ્ટરેટ કમિટી ની રચના કરવામાં આવી હતી.
આ પ્રસંગે સી.એન આઇ.ગુજરાત ડાયોસિસ નાં બિશપ સાહેબ ધી. રાઇટ.રેવ.સિલવાન્સ.ક્રિશ્ચયન, સેક્રેટરીશ્રી. ગુ.ડા., રાજ અંકલેશ્વર તેમજ વ્યારા વિભાગના એરિયાડીન, મંડળી નાં પ્રે.બી.ઈનચાર્જ, પાળકો, મિશનરીઓ, તેમજ પાસ્ટોરેટ કમિટી, તેમજ મંડળીનાં લોકો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.