Site icon Gramin Today

ક્રિકેટર વિશાલ પાઠક ના ઘરે માટીના શ્રી ગણેશજી ની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ 

ક્રિકેટર વિશાલ પાઠક ના ઘરે માટીના શ્રી ગણેશજી ની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું : 

ભાદરવા સુદ ચોથ થી સમગ્ર ભારત ભર માં ભગવાન શ્રી ગણેશ જી ની 10 દિવસ માટે સ્થાપના કરવામાં આવે છે.મોટા મોટા પંડાલો માં મોટી મોટી મૂર્તિઓ લાવવાની હોડ ચાલી રહી છે.આ પ્લાસ્ટર ઓફ પેરિસ ની મૂર્તિઓ થી પર્યાવરણ ને પણ મોટું નુક્સાન થઈ રહ્યું છે.

ત્યારે પર્યાવરણ ને નુક્શાન ન પહોંચે તે માટે સરકાર પણ માટી ની મૂર્તિ ની સ્થાપના કરવાની જાહેરાત દર વર્ષે કરતી હોય છે.તે જ કોન્સેપ્ટ પર નર્મદા જિલ્લાના ક્રિકેટર વિશાલ પાઠક પણ અનુસરી રહ્યા છે.છેલ્લા 3 વર્ષ થી પોતાના ઘરે માટી ની મૂર્તિ ની ગણેશજી ની પ્રતિમા ની સ્થાપના કરવામાં આવે છે.આ વર્ષે 4થા વર્ષે પણ ભગવાન શ્રી ગણેશજી ની માટી ની પ્રતિમા ની સ્થાપના વિશાલ પાઠક ના ઘરે કરવામાં આવી છે.માટી ની પ્રતિમા ની સ્થાપના કરવાથી પર્યાવરણ ને નુક્સાન થતું અટકે છે અને આ પ્રતિમા નું જ્યારે વિસર્જન કરવામાં આવે છે ત્યારે તે લગભગ બે જ દિવસ માં ઓગળી જતી હોય છે જેથી નદી માં રેહતા જળચર પ્રાણીઓને પણ કોઈપણ પ્રકાર નું નુકશાન પહોંચાડતું નથી.વિશાલ પાઠક દર વર્ષે માટી ની ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશજી ની પ્રતિમા મૂકી ને લોકો ને સંદેશો પણ આપી રહ્યા છે કે પર્યાવરણ ને થતું નુકશાન થતું આપણે આવી રીતે પણ અટકાવી શકીએ છે.

પત્રકાર :-દિનેશ વસાવા દેડિયાપાડા

Exit mobile version