Site icon Gramin Today

અજમલગઢ ખાતે મહાશિવરાત્રીના મેળાનું આયોજન કોરોના મહામારી પરિસ્થિતિને લઈ સ્થગિત: 

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, વાંસદા કમલેશ ગાંવિત

વાંસદા તાલુકાના ઘોડમાળ ગામ ખાતે આવેલ અજમલગઢ પવિત્ર ધામ ખાતે મહા શિવરાત્રીના મેળાનું આયોજન કોરોના મહામારી પરિસ્થિતિને લઈ સમગ્ર કાર્યક્રમ ખોરવાયો: આજરોજ ભક્તો ની પાંખી હાજરી જોવા મળી, તે વચ્ચે સ્થાનિક પ્રવાસન સહકારી મંડળીની સરકારની ગાઈડલાઈન્સ મુજબ ભક્તો માટે તમામ તેયારીઓ ઉભી કરાઈ:

વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે અજમલગઢ પવિત્ર ધામ ડુંગર પર પાછલા ઘણાં વર્ષો થી મહાશિવરાત્રીના મેળાનું  આયોજન કરવામાં આવતું  હતું. વાંસદા તાલુકાના તીર્થસ્થાન અને જોવાલાયક સ્થળ તરીકે પણ બહુ પ્રસિધ્ધ છે. દુર દુર થી ઘણા દર્શનાર્થીઓ અને પ્રવાસીઓ  આવતા હોય છે, આ વખતે મિડીયા અખબારી યાદી મુજબ  મેળો ન ભરાવાના પહેલાં થી જાહેરાત કરી દેવાય હતી. તંત્ર ની મનાઈને લઈ મેળો ન ભરાયો.પરંતુ ભાવિકો જે શિવ મહીમાના ચાહકો પૂજા અર્ચના માટે ભકતજનોની ભગવાન પ્રત્યે લાગણી આજ સવાર થી જ  અજમલગઢ પર દશ્યો જોવા મળ્યા હતાં. નાગેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ ઘોડમાળ અને અજમલગઢ પરીશય પ્રવાસન સહકારી મંડળી ઘોડમાળના સ્વયંસેવકો દ્વારા સરકારશ્રી ની ગાઈડ લાઈન મુજબનું આયોજન કરી ભાવિકોને  લાઈનમાં ઉભા રહી માસ્ક પહેરીને પૂજા અર્ચના માટે વ્યવસ્થા કરી આયોજન કર્યું  હતું. 

વાંસદા થી પંદર કીલોમીટર ના અંતરે આવેલું  અને દરિયાઈ ની સપાટી થી બારસો મીટર ઉંચુ તીર્થ સ્થાન અને જોવાલાયક સ્થળ તરીકે પણ પ્રસિધ્ધ પામેલું એવું અજમલગઢ નો ઐતિહાસિક મહીમા ખુબ લાંબો છે. અહિયાં પુરાણું શિવલિંગ મળી આવેલ. સહયાદ્રી  ડુંગરોની પર્વત માળાની દક્ષિણ પૂર્વ ધાર ઉપર મોટા ચાર ડુંગરો આવેલા છે. ઈરાન દેશમાથી સંજાણ બંદરે ઉતરી દૂધમા સાકર ની  જેમ ભળી ગયેલા જરથોસ્તી પારસીઓ અહી ઈ.સ.ની 15 મી સદીમાં મહંમદ બેગડાના સમયમાં 1485 – 1521 માં સંજાણના હિંદુ રાજાના મરણ પછી સુલતાનની ભીંસ વધવાથી પારસીઓ પોતાના દેશ થી  હિજરત કરી ગયા અને તેમાંના કેટલાક પારસીઓ પવિત્ર બહેરામ સાથે વાંસદા આશ્રય માટે આવ્યા તે સમયેના  વાંસદાના રાજા કિર્તી દેવે તેમનું સ્વાગત કર્યુ અને તેઓને આશરો આપતાં  પારસીઓને જંગલ વિસ્તારમાં સંરક્ષણ ના ભાગરૂપ  અજમલગઢ પર 14 વર્ષ સુધી વસવાટ કર્યો  હતા. જેથી પણ  આ સ્થાન  હાલ પ્રસિદ્ધ થયું છે.

Exit mobile version