Site icon Gramin Today

સાગનાં પરિક્ષણ માટે કેવિકે, વ્યારા દ્વારા AFRI, જોધપુર સાથે MoU કરવામાં આવ્યું :

 શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

સાગનાં પરિક્ષણ માટે કેવિકે, વ્યારા દ્વારા AFRI, જોધપુર સાથે MoU કરવામાં આવ્યું : 

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત તાપી જીલ્લાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાને કાર્યરત છે. નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી ખાતે તા ૧૨૨૦૨{૯૪૨ ના રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર. વ્યારા અને શુષ્ક વન અનુસંધાન સંસ્થા (AFRI), જોધપુર (ભારતીય વનીકરણ સંશોધન અને શિક્ષણ પરિષદ-ICFRE) વચ્ચે ટીસ્યુ કલ્ચર સાગના ક્લોનનાં પરિક્ષણ માટે MoU કરવામાં આવ્યું. આ એગ્રોફોરેસ્ટ્રીનાં A/CRP-09 પ્રોજેક્ટ અંતર્ગત “ક્વોલીટી ટીક પ્રોડક્શન કેપીટલાઇઝીંગ ઓન ક્લોન” માં ટ્રાયલમાં સમગ્ર ભારતમાંથી ઐત્રિત કરેલ ટીસ્યુ કલ્ચર સાગનો ક્લોન સાથે વસાડી સાગનાં બોલ ક્લોનની સરખામણી માટેનું પરિક્ષણ કરવામાં આવનાર છે.  નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડો. ઝેડ. પી. પટેલ સાહેબ; વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ડૉ એન. એમ. ચૌહાણ અને એન.એમ. કોલેજ ઓફ એગ્રીકલ્ચરનાં પ્રિન્સીપાલ અને ડીન, ડૉ. આર. એમ. નાયકની હાજરીમાં AFRI, જોધપુરનાં પ્રોજેક્ટ કોઓર્ડીનેટર ડૉ. બિલાસ સિઘ અને કૃપિ વિજ્ઞાન કેન્દ્ર વ્યાસનાં વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. સી.ડી.પંડ્યા સાથે MoU કરવામાં આવ્યું.

Exit mobile version