Site icon Gramin Today

વઘઈ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેનપદે સુરેન્દ્ર ભોયેની બિનહરીફ વરણી: 

શ્રોત : ગ્રામીણ ટુડે ન્યુઝ , 24×7 વેબ પોર્ટલ દિનકર બંગાળ

વઘઈ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેનપદે સુરેન્દ્ર ભોયેની બિનહરીફ વરણી: 

વઘઈ: ડાંગ જિલ્લાના વઘઈ ખાતે વઘઈ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી નાયબ નિયામક અને મદદનીશ જિલ્લા રજિસ્ટ્રારના અધ્યક્ષ સ્થાને વઘઈ માર્કેટયાર્ડના હોલમાં યોજવામાં હતી. જેમાં APMCના ચેરમેનપદે સુરેન્દ્રભાઈ ભોયે અને વાઈસ ચેરમેન પદે શુક્કરભાઈ ગાવિતની સર્વાનુમતે બિનહરીફ વરણી કરાઈ હતી. વધુમાં નવ નિયુક્ત ચેરમેન સુરેન્દ્રભાઈ ભોયેએ કહ્યું હતું કે વઘઈ તાલુકામાં ખેડૂતો ની ખેત ઉત્પાદન, વેચાણ, ખરીદી અન્યવે મોખરાનું સ્થાન ધરાવતી APMCને ઉત્તરોત્તર પ્રગતિના પંથે લઈ જઈ સાથોસાથ ખેડૂતોને ઉત્પાદન ખરીફ પાકોના વધુ ભાવ મળે અને ટેકાના ભાવો  અને ખેડૂતો , વેપારીઓ આર્થિ‌ક રીતે મજબૂત બને એ ભાવના સાથે સૌ મળી પારદર્શક વહીવટને સાર્થક કરીશું. 

આ તબક્કે ડાંગ ભાજપના પ્રભારી રાજેશભાઈ દેસાઈ, ભાજપ પ્રમુખ કિશોરભાઈ ગાવિત, મહામંત્રી દિનેશભાઈ ભોયે, હરિરામ સાવંત, આહવા તા.પં. પ્રમુખ સુરેશભાઈ ચૌધરી, વઘઈ તાલુકા મંડળ પ્રમુખ પંકજભાઈ પટેલ સહિતના અગ્રણીઓ તેમજ ઉપસ્થિત સભાસદો-કાર્યકરોએ નવનિયુક્ત ચેરમેન અને વાઈસ ચેરમેનને શુભેચ્છા પાઠવી હતી.

Exit mobile version