Site icon Gramin Today

બાગાયતી ખેડૂતો વર્ષ ૨૦૨૨-૨૩ માટે યોજનાઓનો લાભ લેવા આઇ-ખેડૂત પોર્ટલ પર તા.૩૦ મી એપ્રિલ સુધી અરજી કરી શકશે:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લા ના ખેડૂત જોગ સંદેશ:

બાગાયતી ખેડૂતો વર્ષ ૨૦૨૨-૨૩ માટે યોજનાઓનો લાભ લેવા આઇ-ખેડૂત પોર્ટલ પર તા.૩૦ મી એપ્રિલ સુધીમાં ઓનલાઇન અરજી કરવી

 વ્યારા-તાપી: બાગાયતી ખેડૂતોએ વર્ષ:-૨૦૨૨-૨૩ માટે સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ યોજના હેઠળ બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માંગતા બાગાયતી ખેડૂતોએ તા.૦૧/૦૩/૨૦૨૨ થી તા.૩૦/૦૪/૨૦૨૨ સુધી આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. બાગાયતદારોએ વિવિધ યોજનાના ઘટકોમાં સહાય લેવા માટે નજીકના ગામના ઇ-ગ્રામ સેન્ટર કે કોઇ ખાનગી ઇન્ટરનેટ ઉપરથી www.ikhedut.gujarat.gov.in આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજીની પ્રિન્ટની નકલ સાથે જરૂરી સાધનીક કાગળો જેમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંકના ખાતાની વિગત, મોબાઇલ નંબર સાથે દિન-૭ માં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, પ્રથમ માળ, ખેડૂત તાલીમ કેન્દ્ર, ઉનાઇ રોડ, વ્યારા ખાતે સાદી ટપાલ અથવા રૂબરૂ જમા કરવાની રહેશે. વધુ માહિતી માટે ફોન નં.(૦૨૬૨૬) ૨૨૧૪૨૩ ઉપર સંપર્ક સાધવો. અરજી આપતી વખતે મોબાઇલ નંબર જરૂરથી આપવો જેથી અરજીની સ્થિતીને લગતા તમામ મેસેજ મેળવી શકાય. આ ઉપરાંત વિવિધ યોજનાની વધુ માહિતી માટે કચેરીનો સંપર્ક સાધવા નાયબ બાગાયત નિયામક, તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.

Exit mobile version