Site icon Gramin Today

વ્યારા ખાતે જિલ્લા કક્ષાના “TAPI DISTRICT SKILLS COMPETITION–2023 કાર્યક્રમ” યોજાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

ઔદ્યોગિક તાલીમ સંસ્થા – વ્યારા ખાતે જિલ્લા કક્ષાના “TAPI DISTRICT SKILLS COMPETITION – 2023 કાર્યક્રમ” યોજાયો:

તાલીમાર્થીઓ દ્વારા 80 થી વધુ વર્કિંગ મોડેલ તથા પ્રોજેકટ રજૂ કરાયા:

તાપી:  ઔદ્યોગિક તાલીમ સંસ્થા – વ્યારા ખાતે શ્રી. એચ. સી. ચૌધરી (નિવૃત્ત નાયબ નિયામક, તાલીમ)ના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લાની નોડલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, વ્યારા દ્વારા સંસ્થાના ઇન્દુગામના કેમ્પસમાં તાજેતરમાં જિલ્લા કક્ષાના “તાપી ડિસ્ટ્રિક્ટ સ્કિલ્સ કોમ્પિટિશન – 2023”નો કાર્યક્રમ યોજાયો હતો.
આ SKILLS COMPETITION કાર્યક્રમમાં તાપી જિલ્લાની તમામ ITI ના તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં તાલીમાર્થીઓ દ્વારા 80 થી વધુ વર્કિંગ મોડેલ તથા પ્રોજેકટ રજૂ કરવામાં આવ્યા હતા. સાથે જ જિલ્લા કક્ષાની સ્કિલ ક્વિઝ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 


નિવૃત્ત નાયબ નિયામકશ્રી,. એચ. સી. ચૌધરીએ ઉપસ્થિત તમામ તાલીમાર્થીઓને પ્રેરક ઉદબોધન દ્વારા માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં શ્રી. અજિતભાઈ ચૌધરી (નિવૃત્ત આચાર્ય ITI રાજપીપળા), શ્રી હાર્દિક પરમાર ( MGN ફેલો), સુનિતાબેન ગામીત (સરપંચશ્રી ઇન્દુ ગામ), શ્રી કે.જી. બિરારી (નિવૃત્ત ફોરમેન), શ્રી બી એસ ગામીત (આચાર્ય ITI માંડવી) તથા જિલ્લાની તમામ ITI ના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.
ITI વ્યારાના આચાર્યશ્રી એમ એસ પટેલ તથા શ્રીમતી એસ એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સંસ્થાના ફોરમેનશ્રી એમ કે ચૌધરી, ડી.આર.ગામીત તથા એસ.કે. ચૌધરીએ સફળતા પૂર્વક કાર્યક્રમને પાર પાડયો હતો.

Exit mobile version