Site icon Gramin Today

વેડછા ગામે “માછલીઓમાંથી બનતી વિવિધ મૂલ્યવર્ધિત માછલીની બનાવટો” અંગે તાલીમ યોજાઇ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ , 24×7 વેબ પોર્ટલ,

ડેડીયાપાડા નાં વેડછા ગામે “માછલીઓ માંથી બનતી વિવિધ મૂલ્યવર્ધિત માછલીની બનાવટો” અંગે તાલીમ યોજાઇ:

નર્મદા જિલ્લાના ડેડિયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી, ડેડિયાપાડા અને સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સીટી ઉકાઈના સયુક્ત ઉપક્રમે’ વિશ્વ ખાદ્ય દિવસ’ની ઉજવણી અર્થે “માછલીઓ માંથી બનતી વિવિધ મૂલ્યવર્ધિત માછલીની બનાવટો” અંગેની બે દિવસીય તાલીમનું આયોજન તા.૧૬- ૧૭ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ નર્મદા જિલ્લા નાં વેડછા ગામના કરવામા આવ્યો હતો. જેમાં તાપી જિલ્લાના સેન્ટર ઓફ એક્સલન્સ ઉકાઈના વડા ડો. સ્મિત લેન્ડે એક્સ્પર્ટ તરીકે અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહી સ્થાનિક બહેનોબે તાલીમ આપી હતી.

આ કાર્યક્રમમાં કે. વી. કે. ડેડિયાપાડાના વૈજ્ઞાનિકો ડો.વી. કે. પોશિયા, ડો. મીનાક્ષી તિવારી ઉપસ્થિત રહ્યા હતા. ડો. સ્મિત લેન્ડે અને તાપી જિલ્લાની ટીમ દ્વારા માછલીઓથી બનતી વિવિધ વાનગીઓ બનાવી તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ ખરેખર વિવિધ વિસ્તારના બહનો માટે વ્યાવસાયિક દૃષ્ટિએ ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે એમ તાલીમાર્થી સહિત મહાનુભાવોએ આશા વ્યક્ત કરી હતી.

રિપોર્ટર: સર્જન વસાવા, નર્મદા 

Exit mobile version