Site icon Gramin Today

બરમ્યાવડ ગામે ૨૮ મહિલાઓને અપાઈ મશરૂમ ઉત્પાદનની તાલીમ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ, પત્રકાર : પ્રદીપ ગાંગુર્ડે સાપુતારા  

બરમ્યાવડ ગામે ૨૮ મહિલાઓને મશરૂમ ઉત્પાદનની તાલીમ:

સાપુતારા : બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થા (RSETI), તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી-આહવાના સંયુક્ત ઉપક્રમે ડાંગ જિલ્લાના બરમ્યાવડ ગામની એસ.એચ.જી ગ્રૂપની કુલ ૨૮ ગ્રામીણ મહિલાઓ માટે દસ દિવસીય મશરૂમ ઉત્પાદનની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. મશરૂમ ઉત્પાદન તાલીમ દરમિયાન મશરૂમ ભરવાની પદ્ધતિ, મશરૂમ કરવાથી થતા ફાયદાઓ, મશરૂમ પર થતા રોગ જીવાત વિષે પ્રેક્ટિકલ જ્ઞાન તેમજ મશરૂમ મૂલ્યવર્ધન કરી બનતી પ્રોડક્ટ જેવી કે પાપડ, સૂપ, સરબત, બિસ્કિટ, મશરૂમ થેપલા, મશરૂમ મેગી, ચોકલેટ જેવી વિવિધ પ્રોડક્ટ વિશેની માહિતી આપવામાં આવી હતી.

ગ્રામ્ય મહિલાઓ પોતે આત્મનિર્ભર બને તે માટે આર.એસ.ટી. દ્વારા વિવિધ રમતો રમાડીને સમજ પણ આપવામાં આવી હતી. તાલીમ બાદ પૂર્ણાહુતિ કાર્યક્રમમાં ડાંગના એલ.ડી.એમ. સજલ મેદ્ના દ્વારા બેન્કિંગ સ્કીમ વીમા યોજના, પેન્શન સ્કીમ, સ્વરોજગાર માટેની લોન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

તાલીમ બાદ મહિલાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં આર.એસ.ટી. ડાયરેક્ટર રાજેશ પાઠક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના APM નયનાબેન, TLM રજનીબેન તેમજ ફેકલ્ટી રંજનબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version