Site icon Gramin Today

પાપડ અથાણા મસાલા પાવડર તાલીમના પૂર્ણાતિ અને પ્રમાણપત્ર વિતરણ કાર્યકમ યોજાયો: 

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

પાપડ અથાણા મસાલા પાવડર તાલીમના પૂર્ણાતિ અને પ્રમાણપત્ર વિતરણ કાર્યકમ યોજાયો: 

ગ્રામીણ સ્વરોજગાર વિકાસ સંસ્થા આહવા-ડાંગ અને જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી ગલકુંડ ગામે ૧૦ દિવસીય પાપડ અથાણા મસાલા પાવડર તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ગલકુંડ ગામની જૂથની ર૭ મહિલાઓ એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

જેમાં પાપડ અથાણા મસાલા પાવડર તાલીમ દરમિયાન વિવિધ પ્રકારના પાપડ તેમાં નાગલીના, અડદના, ચોખાના, પાપડ તેમજ વિવિધ પ્રકારના અથાણા મરચા, લીંબુ . વાસદી, કેરી તેમજ વિવીધ પ્રકારના મસાલા વિષે પ્રેક્ટિલ સાથે, તેમજ આર સેટી દ્વારા અલગ-અલગ પ્રકારની આત્મનિર્ભર બને એવી રમતો દ્વારા શિખામણ આપવામાં આવી હતી.

જેના પૂર્ણાહુતિ અને પ્રમાણપત્ર વિતરણ કાર્યકર્મમાં ડોમેઈન એસેસર વર્ષાબેન ઈ.ડી.પી. એસેસર ભરતભાઈ, આર સેટી ડાયરેક્ટર રાજેશ વી. પાઠક, FLCC-રતન પવાર કેકલ્ટી રંજનબેન તેમજ આર સેટી સ્ટાફ હાજર રહ્યા હતા.

આમંત્રિત મહેમાનો દ્વારા તાલીમાર્થી બહેનોને સફળતાપુર્વક તાલીમ પૂર્ણ કર્યા બાદ તાલીમ અંગેના પ્રમાણપત્રો એનાયત કરવામા આવ્યા. અને તાલીમનો યોગ્ય ઉપયોગ કરી આર્થિક પ્રવૃતિ સાથે જોડાઈ પગભર બનવા શુભેછાઓ અપાઇ હતી.

બ્યુરો ચિફ ડાંગ: રામુભાઇ માહલા 

Exit mobile version