શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપીના ખેડુતો માટે ખેડુત તાલીમ કેંદ્ર વ્યારાની જમીન ચકાસણી પ્રયોગશાળા દ્વારા ખેતીની જમીન તથા પાણીનુ પૃથક્કરણ કરવામા આવશે: ખેડુત ખાતેદારો માટે વ્યારા ખાતે જમીન ચકાસણી પ્રયોગશાળા કાર્યરત:
વ્યારા: તાપી જિલ્લાના ખેડુત ખાતેદારો માટે વ્યારા ખાતે જમીન ચકાસણી પ્રયોગશાળા કાર્યરત છે. જેમાં માટી તેમજ પાણીના નમુનાનું પૃથક્કરણ કરવાની કામગીરી કરવામાં આવે છે. જે કોઈ ખેડુત ખાતેદાર પોતાની ખેતીની માટીના તેમજ પાણીના નમુનાનું પૃથક્કરણ કરાવવા માંગતા હોય તેવા ખેડુતોએ પોતાના ખેતરમાંથી માટી તેમજ પાણીનો નમુનો એકત્રિત કરી મદદનીશ ખેતી નિયામકશ્રીની કચેરી, જમીન ચકાસણી પ્રયોગશાળા, ખેડુત તાલીમ કેન્દ્ર પાછળ, ઉનાઇ રોડ વ્યારા કચેરીએ પહોંચતા કરવાના રહેશે. માટી તેમજ પાણીના નમુનાની ચકાસણી માટે સરકારના પ્રવર્તમાન ધારાધોરણ મુજબની ફી મુખ્ય તત્વો (૧૫ રૂપિયા), સુક્ષ્મ તત્વો (૧૫ રૂપિયા) અને પાણીના ૧૫ રૂપિયા પ્રતિ નમુના લેખે અહીં કચેરીએ ભરવાના રહેશે ત્યારબાદ નમુનાનું પૃથક્કરણ કરી આપવામાં આવશે જમીન પાણીના નમુના લેવાની પધ્ધતિ અને આ બાબતે સંપૂર્ણ વિગતો માટે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક તેમજ તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી ખેતીનો સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.