શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, નર્મદા સર્જનકુમાર
ડેડિયાપાડા કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજના એક્રિડીટેશન માટે ICAR ની ટીમ નવી દિલ્હી દ્વારા મુલાકાત:
નવસારી કૃષિ વિશ્વવિધાલય સંલગ્ન કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ ડેડીયાપાડામાં એક્રિડીટેશન માટે ICAR ની ટીમ આવેલ હતી, જેના અધ્યક્ષ ડૉ. જ્યોર્જ જ્હોન, અને તેના સભ્યો ડો. સી.કે. નારાયણ, ડૉ. બી.બી. મિશ્રા, ડૉ. કે.ટી. પાર્થિબાન, ડૉ. એમ.પી.ઠાકુર અને માનનીય ડો. ઝેડ. પી. પટેલ, કુલપતિશ્રી, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી અને ડો.ટી.આર. અલ્હાવત, સશોધન નીયામકશ્રી નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી અને ડૉ. એસ.એચ. સેંગર આચાર્ય કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ દેડીયાપાડા અને કોલેજના અધિકારીશ્રી/કર્મચારીઓ હાજર રહ્યા હતા. મુલાકાત દરમ્યાન કોલેજની બધી જ લેબોરેટરી અને તેમા આવેલ સાધનો તથા યંત્રોનું નિદર્શન નિહાળેલ હતુ. જેમાં ઉપરોક્ત સાધનો પૈકી પોર્ટેબલ સૌર કોલ્ડ સ્ટોરેજને નિહાળીને ખૂબ જ પ્રભાવિત થયેલ હતા. આ સાધન લગભગ ૧ ટન તાજા શાકભાજી અને ફળોને લગભગ ૦ થી ૨૦ ડિગ્રી સેલ્સીયસ તાપમાને સંગ્રહ કરી શકાય છે.