શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24X7 વેબ પોર્ટલ
નર્મદામાં ખેતીવાડી ના ગુણવત્તા નિયંત્રણ વિભાગ દ્વારા ૪૨ વિક્રેતાઓને કાયદાના ભંગ બદલ નોટિસ પાઠવવામાં આવી સાથે જ અનેક સ્થળે સ્કોડ કરી જથ્થો સીલ કરાયો
નર્મદા જિલ્લામાં ખરીફ ઋતુ દરમિયાન ખેડૂતોને ઉત્તમ બિયારણ અને અન્ય ઈનપુટ સમયસર મળી રહે તે માટે ખેતીવાડી વિભાગ ગુણવત્તા નિયંત્રણ નર્મદા દ્વારા વખતો વખત સ્કોડ ની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી જેમાં અન્ય જિલ્લાના અધિકારીઓ ચકાસણી માટે નર્મદા જિલ્લામાં આવેલ હતા આ સ્કોડ દરમ્યાન 84 ઈનપુટ ડીલરોને ત્યાં આકસ્મિક તપાસ દરમિયાન 19 શંકાસ્પદ નમુનો લઇ સરકારશ્રીની અધિકૃત પ્રયોગશાળામાં પૃથક્કરણ માટે મોકલી આપેલ હતી આ વિક્રેતાઓ પૈકી 42 વિક્રેતાઓને કાયદાના ભંગ બદલ નોટિસ પાઠવવામાં આવી હતી તથા કંપનીઓના પ્રિન્સિપાલ સર્ટીફીકેટ ઉમેરો કરવામાં ના હોય તેવા 47.24 ક્વિન્ટલ બિયારણનો જથ્થો સીલ કરવામાં આવેલ હતો તથા અંદાજિત કિંમત 27.81 લાખનો રસાયણિક ખાતર પરવાનામાં “O” ફોમ નો ઉમેરો ગોડાઉન ઉમેરો કરવામાં ન હોય તેવા વિક્રતાઓને નોટિસ આપી હતી સાથે જ 184.68 ખાતરનો જથ્થો પણ અટકાવવામાં આવ્યો હતો.
જોકે થોડા સમય અગાઉ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) રાજપીપળા, નર્મદા દ્વારા જિલ્લાના તમામ ખેડુતોને ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે જણાવવાનુ કે બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ, સરકાર માન્ય એગ્રીકલ્ચર યુનિવર્સીટી અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો. બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનુ લાયસન્સ નંબર, પુરૂ નામ સરનામુ અને જે બિયારણ ખરીદેલ હોય તેનુ નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પુરી થવાની વિગત દર્શાવતુ બીલ સહી સાથે અવશ્ય લેવુ, બિયારણની થેલી સીલબંધ છે કે કેમ, તેમજ તેની મુદત પુરી થઇ ગયેલ નથી તે બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઇપણ સંજોગોમાં મુદત પુરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહિ.
પત્રકાર :-દિનેશ વસાવા ગ્રામીણ ટુડે ન્યુઝ, દેડિયાપાડા