Site icon Gramin Today

કેળાની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ વિષય ઉપર તાલીમ યોજાઇ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ પ્રતિનિધિ

ડાંગ માં (ICAR-AICRP Fruits)ની TSP યોજના અંતર્ગત કેળાની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ વિષય ઉપર તાલીમ યોજાઇ;

ડાંગ જિલ્લાનાં જામલાપાડા ગામ ખાતે ફળ સંશોધન કેન્દ્ર (ICAR-AICRP Fruits) કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી કૃષિ યુનિવર્સિટી,વઘઇ અને ડાંગ આહવા ફાર્મર પ્રોડ્યુસિંગ કંપની લી.નાં સંયુક્ત ઉપક્રમે કેળાની ખેતીથી આવક વધારવા માટે ફળ સંશોધન કેન્દ્ર (ICAR-AICRP Fruits)ની TSP યોજના અંતર્ગત તાલીમ આપવામાં આવી હતી. તેમા સૌથી પહેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી, કૃષિ યુનિવર્સિટી વઘઇનાં વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો.જે.બી. ડોબરીયા દ્વારા નવસારી કૃષિ યુનિવર્સિટીની અને કે.વી.કે.ની યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી.ત્યારબાદ ફળ સંશોધન કેન્દ્ર ન.કૃ.યુ ગણદેવીનાં ડો.અંકુર પી.પટેલ દ્વારા કેળાની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ અને તેના નફા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. એમના પછી ડાંગ આહવા ફાર્મર પ્રોડ્યુસિંગ કંપની લી નાં CEO વી.એલ.ઠુમ્મર દ્વારા ડાંગ આહવાના FPO ની વિસ્તૃત માહિતી આપી અને ખેડૂત મિત્રોને આગળ વધવા માટે હાકલ કરી હતી.ત્યારબાદ ડો. પ્રવીણકુમાર મોદીએ કેળાની ખેતીની અર્થવ્યવસ્થા, ઉત્પાદન અને મૂલ્યવર્ધન વિષે વિસ્તૃત માહિતી આપી. કે.વી કેનાં વૈજ્ઞાનિક (બાગાયત) હર્ષદ પ્રજાપતિ દ્વારા વઘઇ જિલ્લામાં બાગાયતી પાકો અને તેમાં પ્રાકૃતિક ખેતી માટે વિસ્તૃત માહિતી આપી હતી. ફળ સંશોધન કેન્દ્ર, ન.કૃ.યુ. ગણદેવીનાં રોગશાસ્ત્રના વૈજ્ઞાનિક બી. એમ. નાયક દ્વારા કેળામાં રોગ જીવાત નિયંત્રણ વિશે માહિતી આપી. અંતમાં આભારવિધિ ફળ સંશોધન કેન્દ્ર (ICAR-AICRP Fruits)ના વૈજ્ઞાનિક ડો. પ્રવીણ મોદીએ કરી હતી.

Exit mobile version