Site icon Gramin Today

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા (તાપી) ખાતે ગરીબ કલ્યાણ સંમેલન અંતર્ગત કાર્યક્ર્મ યોજાયો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર 

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા (તાપી) ખાતે ગરીબ કલ્યાણ સંમેલન કાર્યક્ર્મ યોજાયો;

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા પુરુષ્કૃત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તાપી, વ્યારા ખાતે તા. ૩૧/૦૫/૨૦૨૨ ના રોજ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગરીબ કલ્યાણ સંમેલન  અંતર્ગત પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્ર્મ યોજાયો હતો. સદર કાર્યક્રમમાં તાપી જીલ્લાના કુલ ૨૫૨ આદિવાસી ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.


કાર્યક્રમના અઘ્યક્ષ શ્રી એસ. બી. ગામીત, નાયબ ખેતી નિયામક (ઇનપુટ), સુરત દ્વારા ખેડૂતોને કૃષિલક્ષી યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વધુમાં તેમણે પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજના વિશે જાણકારી આપી દરેક ખેડૂતોને e-KYC ફરજીયાત પણે કરવવા માટે સૂચન કર્યા હતા. પ્રો. આરતી એન. સોની, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા (ઇ.ચા.), કેવિકે- તાપી દ્વારા ઉપસ્થિત મહાનુભાવો અને ખેડૂતોને આવકારી કાર્યક્રમનો હેતુ સમજાવ્યો હતો. વધુમાં, તેમણે કૃષિક્ષેત્રે પ્રાકૃતિક ખેતી પદ્ધતિને અપનાવવા અંગે હાંકલ કરી હતી. ડૉ. ધર્મિષ્ઠા એમ.પટેલ, વૈજ્ઞાનિક (બાગાયત) દ્વારા પ્રાકૃતિક ખેતીમાં જુદા જુદા ઘટકો વિશે માહિતી આપી બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં શ્રી કલ્પેશભાઇ પટેલ, મ.ખે.નિ.(જ.ચ.પ્ર.), તાપી, શ્રી એમ.બી.પટેલ, ખેતી અધિકારી, તાપી, શ્રી હેમંત ચૌધરી, મ.ખે.નિ.(તાલીમ), તાપી, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


શ્રી નાનસિંગભાઇ ચૌધરી, પ્રાકૃતિક ખેતી સંયોજક(તાપી) દ્વારા પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓની અગત્યતા અને જરૂરિયાત વિશે વિસ્તૃત માહિતી આપી હતી. શ્રી રતિલાલ વસાવા, પ્રાકૃતિક ખેતી કરનાર સફળ ખેડૂત,તાપી દ્વારા પ્રાકૃતિક ખેતી અંગેના બાગાયતી પંચસ્તરીય મોડેલ વિશે માહિતી આપી પોતાના સારા અનુભવો વર્ણવ્યા હતા. શ્રી સંજીવભાઇ પટેલ, પ્રાકૃતિક ખેતી એડવાઇઝરી કમિટી સભ્ય, તાપી દ્વારા પ્રાકૃતિક ખેતી શરૂ કરવા અંગેના કારણો તેમજ તેમાં આવતી મુશ્કેલી નિવારવા મુદ્દાઓ વિશે ચર્ચા કરી હતી.
સદર કાર્યક્રમ દરમ્યાન કેવિક-તાપી ખાતે ઉપસ્થિત ખેડૂતભાઇઓ, મહિલાઓ અને અધિકારીશ્રીઓએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા જનકલ્યાણકારી વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે થયેલ સંવાદનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતુ.
ડૉ. એ. જે. ઢોડિયા, વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ) દ્વારા સફળ ખેડૂતોના અનુભવોનો ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતી અપનાવવા ખેડૂતોને પ્રેરિત કર્યા હતા અને તેમણે કાર્યક્રમના અંતે આભારવિધિ કરી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી ઘનશ્યામ ઢોલે, ડીપીડી. આત્મા દ્વારા કરવામાં આવ્યું હતુ.

Exit mobile version