Site icon Gramin Today

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા અને મહિલા સામખ્યના સંયુક્ત ઉપક્રમે ઘાંચીકુવા ગામે “વિશ્વ અન્ન દિન” ની ઉજવણી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ,  તાપી કીર્તનકુમાર

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા અને મહિલા સામખ્યના સંયુક્ત ઉપક્રમે ઘાંચીકુવા ગામે “વિશ્વ અન્ન દિન” ની ઉજવણી કરાઈ:

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપી જિલ્લામાં વ્યારા ખાતે કાર્યરત છે. આ કેન્દ્ર દ્વારા તા.૧૬ ઓક્ટોબર, ૨૦૧ના રોજ સોનગઢ તાલુકાના ઘાંચીકુવા ગામે “વિશ્વ અન્ન દિન” ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઘાંચીકુવા ગામના કુલ ૪૮ આદિવાસી ખેડૂત ભાઈઓ અને મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કાર્યક્રમની શરૂઆતમાં કેવિકે, વ્યારાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. સી. ડી. પંડ્યાએ સ્વાગત પ્રવચન કરી ઉપસ્થિત ખેડૂતોને અનાજનો સંગ્રહ કરવાની જુદી જુદી પધ્ધતિઓ વિષે માહિતગાર કરી વૈજ્ઞાનિક ઢબે અનાજનો સંગ્રહ કરવા આહલેખ જગાવી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારાના ગૃહવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક પ્રો. આરતી એન. સોનીએ ખેડૂત મહિલાઓને વધેલા ખોરાકમાંથી વિવિધ પૌષ્ટિક વાનગીઓ બનાવી રાંધેલા ખોરાકનો બગાડ અટકાવવા ઉપર ભાર મૂક્યો હતો અને તેમણે અનાજ અને કઠોળનું આહારમાં મહત્વ સમાજાવ્યું હતું. કેવીકેના પાકસંરક્ષણ વિભાગના વૈજ્ઞાનિક ડૉ. સેહલ કે, ચાવડા દ્વારા ખેડૂતોને પાકમાં આવતી રોગજીવતો અટકાવવાના પગલાઓ તેમજ ઉદરથી ખેતીપાકોમાં થતાં નુકસાન અટકાવવા અંગેના ઉપાયો વિસ્તૃત સમજાવયા હતા. ડૉ. અર્પિત જે. ઢોડિયા, વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ) દ્વારા કૃષિ રસાયાણઓથી વાતાવરણ અને માનવ સ્વાસ્થ્ય પર થતી વિપરત અસરો વિશે સમજણ આપી કૃષિ રસાયણોના યોગ્ય ઉપયોગ કરવા અંગે વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે કેન્દ્રના પશુ વિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક ડૉ, જીગર બી. બુટાણી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

Exit mobile version