Site icon Gramin Today

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈના ડેમો યુનિટ બન્યાં, ખેડૂતોમાં આકર્ષણનું કેન્દ્ર:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ 

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈના ડેમો યુનિટ બન્યાં, ખેડૂતોમાં આકર્ષણનું કેન્દ્ર:

વઘઈ : નવસારી કૃષિ યુનિવર્સીટી દ્વારા સંચાલિત ડાંગ જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઊભા કરાયેલા પ્રાકૃતિક કૃષિ મોડેલ, મૂલ્યવર્ધિત વસ્તુઓની બનાવટોનું, યુનિવર્સિટીની તકનીકોનું અને હાલમાં ચાલી રહેલ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અંતર્ગત મિલેટમાંથી બનતી વિવિધ બનાવટો તેમજ હલકા ધાન્ય પાકોનો ડેમો વગેરે ડેમો યુનિટ, ડાંગ તથા ડાંગ બહારના ખેડૂતો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ડાંગ, નવસારી, વલસાડ, ભરૂચ, સુરત તથા ગુજરાત અને મધ્યપ્રદેશના અલગ અલગ જિલ્લામાંથી પણ ખેડૂતો મુલાકાત લઈ રહ્યા છે અને આ પ્રદશન દ્વારા ખેતીને લગતા અનેક માર્ગદર્શન ખેડૂતોને આપવામાં આવેલ.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન. કૃ. યુ. વઘઈના આંગણે વિવિધ લાઈવ કૃષિ અને વેલ્યુ એડિશનને લગતા નવા નવા નિદર્શન યુનિટ ઊભા કર્યા છે.

આ નિદર્શન યુનિટની મુલાકાત દ્વારા લાખો ખેડૂતોને તેમાંથી પ્રેરણા મળી રહી છે. અને તેઓ આ કૃષિ અને નવીન તાંત્રિકતાનો પોતાના ખેતરમાં ઉપયોગ કરે છે અને બીજાને પણ તેને પ્રેરણા આપી રહ્યા છે. જિલ્લા બહારથી આવતા અધિકારી વર્ગ પણ આ ડેમો યુનિટ નિહાળીને સારો એવો પ્રતિભાવ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. તેમ વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કે.વિ.કે. ન.કૃ.યુ., વઘઈ દ્વારા જણાવાયુ છે.

રિપોર્ટર: દિનકરભાઈ વઘઇ 

Exit mobile version