શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપીની અટારી પુનેના ડાયરેક્ટરશ્રી એ મુલાકાત લીધી:
ડૉ. એસ. કે. રોય, ડાયરેક્ટર, અટારી- આઇ.સી.એ.આર., પુને એ તા. ૨૯ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ કેવિકે- તાપીના વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી કેન્દ્રના વડા ડૉ. સી. ડી. પંડયા અને વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. એન. એમ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી મેળવી હતી અને આ કામગીરીની સમીક્ષા કરી હતી. ડૉ. એસ. કે. રોય એ કેવિકે ખાતે આવેલા વિવિધ નિર્દેશન એકમો જેવા કે ગંગામાં ન્યુટ્રીશનલ કિચન ગાર્ડન એકમ, ICT એકમ, મશરૂમ એકમ, ઓર્ગેનિક ઈનપુટ એકમ, ગોબર ગેસ એકમ, પ્લગ નર્સરી, અઝોલા એકમ, મેડિશનલ પ્લાન્ટ એકમ, મત્સ્ય પાલન એકમ, પ્લગ ટ્રે નર્સરી, પ્રાકૃતિક ખેતી પ્લોટની મુલાકાત કરી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપી દ્વારા આપવામાં આવેલ તાલીમ દ્વારા સફળતા પામેલ તાલીમાર્થી શ્રીમતી જયશ્રીબેન ચૌધરી કે જેઓ નાળિયેરીના રેસામાંથી ગણપતિની મૂર્તિઓ બનાવી રહ્યા છે તેમની સ્નેહા સખી મંડળ દુકાને પણ મુલાકાત કરી હતી અને તેમણે બનાવેલ મૂર્તિઓની પ્રશંસા કરી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તાપી દ્વારા મશરૂમની ખેતીની તાલીમ લઈ પોતાના ઘરે લગભગ 800 થી વધારે બેગોમાં મશરૂમનું ઉત્પાદન કરી રહેલા ઉદ્યોગ સાહસિક શ્રીમતી અંજનાબેન ગામીત જેઓ તાપી જિલ્લામાં મશરૂમ લેડી તરીકે પ્રખ્યાત છે નાની ચિખલી ગામે આવેલ તેમના મશરૂમ ઉછેર કેન્દ્રની પણ ડો. એસ. કે.રોય સાહેબએ મુલાકાત લીધી હતી અને તેમની પ્રશંસા કરી હતી. આમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તાપી દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓની પ્રશંસા કરી ડો. રોય સાહેબે આ કામગીરીને વધારે સારી રીતે કઈ રીતે કરી શકાય તે માટેના તેમના અમૂલ્ય સૂચનો આપ્યા હતા.