Site icon Gramin Today

કિકાકુઈ ગામના પી.એમ.કિસાન સન્માન નિધિના લાભાર્થીએ પોતાની સફળતાની વાત જણાવી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

‘મેરી કહાની, મેરી ઝુબાની’-સોનગઢ તાલુકો

“વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત સોનગઢ તાલુકાના કિકાકુઈ ગામના પી.એમ.કિસાન સન્માન નિધિના લાભાર્થીએ પોતાની સફળતાની વાત જણાવી:

‘મેરી કહાની, મેરી ઝુબાની’ ધ્વારા પી એમ કિશાન સન્માન નિધિના લાભાર્થી મલિના ગામીતે જણાવ્યું કે મને દર વર્ષે 6 હજારની સહાય આપી સરકારે ખેતી ક્ષેત્રે આર્થિક મદદ કરી છે: 

સોનગઢ: તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કિકાકુઈ ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” આવી પહોંચતા સરકારની યોજનાઓથી લાભાન્વિત થયેલ લાભાર્થીઓ પૈકી એક લાભાર્થી મલિનાબેન ગામીતે “મેરી કહાની, મેરી ઝુબાની” થીમ હેઠળ સરકારશ્રીનો આભાર વ્યકત કરતા જણાવ્યું હતું કે ખેતી ખર્ચ માટે દર વર્ષે 6 હજારની સહાય આપી સરકારે ખેતી ક્ષેત્રે આર્થિક મદદ કરી છે.

   પી.એમ. કિસાન સન્માન નિધિના લાભાર્થી મલિના ગામીતે જણાવ્યું હતું કે પહેલા અમને ખેતી ખર્ચ માટે ઘણી તકલીફો પડતી હતી પરંતુ જ્યારે અમને તાપી જિલ્લા ખેતીવાડી વિભાગના ગ્રામસેવક તરફથી પી.એમ.કિસાન સન્માન નિધિ યોજના વીશે જાણકારી મળી,અમે યોજનાનો લાભ લેવા માટે અરજી કરી અને અમારી અરજી મંજુર કરવામાં આવી. હવે સરકાર તરફથી અમારા બેન્ક ખાતામાં વાર્ષિક ૬ હજાર રૂપિયા સીધા જમાં કરાવવામાં આવે છે. સરકારશ્રી તરફથી મળતી આર્થીક સહાય થકી ખેતીમાં બિયારણ, દવાઓ ,ખાતર અને પાણી,સાધન સામગ્રીના ખર્ચમાં લાભ થયો છે.આર્થિક રીતે લાભ મળતા મારો પરિવાર ખુશ છે. અમારી ખેતીનો આર્થિક બોજો હળવો કરવા બદલ હું સરકારનો આભાર માનું છું.

Exit mobile version