Site icon Gramin Today

ઉમરપાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનાં ચેરમેન તરીકે બિન હરીફ વરણી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, સર્જનકુમાર

ઉમરપાડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનાં ચેરમેન તરીકે બિન હરીફ વરણી કરાઈ: 

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઉમરપાડા ની ચૂંટણી અગાઉ ૨૦૧૯ માં થયેલ હતી, તેની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં ૧૯૬૫ ના કાનૂન ૩૩(૧) તથા ૩૩(૨) હેઠળ મળેલ સત્તાની રૂએ ચેરમેનશ્રીની ચૂંટણી કરવા માટે ચૂંટાયેલ ડિરેક્ટરોની બેઠક શ્રી વિન પટેલ, જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ સુરતના અધ્યક્ષ સ્થાને મળી હતી. એ.પી.એમ.સી. ઉમરપાડાના ચેરમેન પદ માટે સામસિંગભાઈ પોહનાભાઇ વસાવા ના નામની દરખાસ્ત ફૂલસિંગભાઈ હિરજીભાઇ વસાવા દ્વારા કરવામાં આવી હતી.

આ દરખાસ્ત ને નટવરભાઇ સોમાભાઇ વસાવા દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો. અન્ય ચેરમેનપદ માટે બીજી કોઈ દરખાસ્ત ન આવતા એ.પી.એમ.સી. ઉમરપાડા નાં ચેરમેન તરીકે સામસિંગભાઈ પોહનાભાઇ વસાવા ને બિન હરીફ ચુંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.

જેમાં સુરત જિલ્લા ભાજપના મહામંત્રી દીપકભાઈ વસાવા અને ઉમરપાડા તાલુકા ભાજપના મહામંત્રી અમિષભાઈ વસાવા અને એ.પી.એમ.સી.નાં ડિરેક્ટરો દ્વારા પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવવામા આવી હતી.

Exit mobile version